Khyati Hospitalમાં તપાસ માટે આરોગ્ય વિભાગે 4 એક્સપર્ટ ડોક્ટરોની બનાવી ટીમ

અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય વિભાગ એક્શમાં આવ્યું છે.કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી અને તેમની સારવાર કરી હોવાના કારણે બે લોકોના મૃત્યુ થયા હતા. જેને લઇ રોષે ભરાયેલ ગ્રામજનોએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ માટે ખાસ ટીમ બનાવી છે. આરોગ્ય વિભાગે 4 એક્સપર્ટ ડોક્ટરની ખાસ ટીમ બનાવી છે. એક્સપર્ટ ડોક્ટરની ટીમ દર્દીઓને ઓપરેશનની જરૂરીયાત અંગે તપાસ કરશે.  સોલા સિવિલ, UN મહેતા હોસ્પિટલની ટીમ તપાસ કરશે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે લેવાયા કડક પગલા સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય વિભાગના કમિશનર હર્ષદ પટેલ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલના લાયસન્સને રદ્દ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત PMJAYમાંથી પણ હોસ્પિટલના નામની બાદબાકી કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં 2 લોકોના મૃત્યુ બાદ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ઉપરાંત દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે સવારે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા. જેની જાણ ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો. પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા વ્યવસ્થિત જવાબ ન આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

Khyati Hospitalમાં તપાસ માટે આરોગ્ય વિભાગે 4 એક્સપર્ટ ડોક્ટરોની બનાવી ટીમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય વિભાગ એક્શમાં આવ્યું છે.

કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી અને તેમની સારવાર કરી હોવાના કારણે બે લોકોના મૃત્યુ થયા હતા. જેને લઇ રોષે ભરાયેલ ગ્રામજનોએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ માટે ખાસ ટીમ બનાવી છે. આરોગ્ય વિભાગે 4 એક્સપર્ટ ડોક્ટરની ખાસ ટીમ બનાવી છે. એક્સપર્ટ ડોક્ટરની ટીમ દર્દીઓને ઓપરેશનની જરૂરીયાત અંગે તપાસ કરશે.  સોલા સિવિલ, UN મહેતા હોસ્પિટલની ટીમ તપાસ કરશે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે લેવાયા કડક પગલા

સમગ્ર ઘટનાને લઇ આરોગ્ય વિભાગના કમિશનર હર્ષદ પટેલ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલના લાયસન્સને રદ્દ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત PMJAYમાંથી પણ હોસ્પિટલના નામની બાદબાકી કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં 2 લોકોના મૃત્યુ બાદ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ઉપરાંત દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે સવારે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા. જેની જાણ ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો. પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા વ્યવસ્થિત જવાબ ન આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.