Khyati Hospital : સંજય પટોળિયાએ ધરપકડથી બચવા કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી

ખ્યાતિકાંડ હોસ્પિટલના કાંડને લઈ આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે,આરોપી સંજય પટોળિયાએ કોર્ટમાં જામીન અરજી કરી છે,જેમાં પટોળિયાએ ફી પેટે રૂપિયા 65 લાખ લીધા હોવાની વાત સામે આવી છે.આ કેસમાં આવતીકાલે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ છે.સંજય પટોળિયાએ કોર્ટનું શરણ લીધું છે. રોજ કરાતા ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2-3 હાર્ટ ઓપરેશન થતા હોવાનો ખુલાસો પોલીસની તપાસમાં સામે આવ્યો છે.ખ્યાતિ હોસ્પિટલમાં 7 ઓપરેશનમાંથી 2-3 દર્દીઓના મોત થતા હતા તો PMJAY હેઠળ ચાલુ વર્ષમાં 20 ઓપરેશનના નાણાં જમા થયા હોવાની વાત સામે આવી છે,ખ્યાતિ હોસ્પિટલનો કાંડ દિવસેને દિવસે ચિંતા વધારી રહ્યો છે,હજી કેટલા એવા પરિવારો છે કે જેઓ ખ્યાતિકાંડને લઈ ભોગ બન્યા છે પરંતુ પોલીસ અને મીડિયાની સમક્ષ તેઓ આવ્યા નથી,નિધરાડમાં જે વ્યકિતનું મોત થયું તેના પરિવારજનોનું કહેવું છે કે,પરિજનોની મંજૂરી વગર જ એન્જિયોપ્લાસ્ટી કરી અને તેમનું મોત થયું છે.મૃતકના પુત્રએ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ.એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજીના હૃદયનું પમ્પિંગ થઈ ગયું હતુ 20 ટકા. કેસમાં રોજ નવા ખુલાસા સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે જેમાં રોજે રોજ અલગ અલગ ખુલાસા સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદ આસપાસના ગામોમાં પણ કેમ્પ કરવામાં આવ્યા હતા અને તેના પણ અલગ અલગ કૌભાંડ સામે આવી રહ્યા છે. પોલીસની કાર્યવાહી ઢીલી છે 12 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતાં ગરીબોના જીવલેનારાઓના ફ્લેટ, બંગલો કે ફાર્મ હાઉસમાંથી પુરાવા સગેવગે થયા કે પછી કરવામાં આવ્યા તેવા પ્રશ્ન લોકમાનસ પર ઉઠયાં છે. ખ્યાતી હોસ્પિટલમાં ગત.11 નવેમ્બરે બે દર્દીઓની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાતા મોત નિપજ્યા કેસમાં તા.13ને બુધવારે રાત્રે વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉ.સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને ડૉ.પ્રશાંત સામે સાઅપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઇ હતી. પહેલાથી જ આરોપીઓને છાવરવાનું નક્કી કરી દીધુ હોય તે રીતે ચિરાગ, સંજય અને રાજશ્રી ફરિયાદ નોંધાયાના થોડા કલાકો પહેલા જ તેઓ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાયાના 10 દિવસ બાદ મિડીયા મારફતે જાણ થઇ કે, સાંતેજમાં આવેલ ખ્યાતી હોમ્સમાં અનાહત નામનું ફાર્મ હાઉસ કાર્તિક પટેલનું છે.  

Khyati Hospital : સંજય પટોળિયાએ ધરપકડથી બચવા કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિકાંડ હોસ્પિટલના કાંડને લઈ આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે,આરોપી સંજય પટોળિયાએ કોર્ટમાં જામીન અરજી કરી છે,જેમાં પટોળિયાએ ફી પેટે રૂપિયા 65 લાખ લીધા હોવાની વાત સામે આવી છે.આ કેસમાં આવતીકાલે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ છે.સંજય પટોળિયાએ કોર્ટનું શરણ લીધું છે.

રોજ કરાતા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં રોજના 2-3 હાર્ટ ઓપરેશન થતા હોવાનો ખુલાસો પોલીસની તપાસમાં સામે આવ્યો છે.ખ્યાતિ હોસ્પિટલમાં 7 ઓપરેશનમાંથી 2-3 દર્દીઓના મોત થતા હતા તો PMJAY હેઠળ ચાલુ વર્ષમાં 20 ઓપરેશનના નાણાં જમા થયા હોવાની વાત સામે આવી છે,ખ્યાતિ હોસ્પિટલનો કાંડ દિવસેને દિવસે ચિંતા વધારી રહ્યો છે,હજી કેટલા એવા પરિવારો છે કે જેઓ ખ્યાતિકાંડને લઈ ભોગ બન્યા છે પરંતુ પોલીસ અને મીડિયાની સમક્ષ તેઓ આવ્યા નથી,નિધરાડમાં જે વ્યકિતનું મોત થયું તેના પરિવારજનોનું કહેવું છે કે,પરિજનોની મંજૂરી વગર જ એન્જિયોપ્લાસ્ટી કરી અને તેમનું મોત થયું છે.મૃતકના પુત્રએ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવી પોલીસ ફરિયાદ.એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજીના હૃદયનું પમ્પિંગ થઈ ગયું હતુ 20 ટકા.

કેસમાં રોજ નવા ખુલાસા
સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે જેમાં રોજે રોજ અલગ અલગ ખુલાસા સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદ આસપાસના ગામોમાં પણ કેમ્પ કરવામાં આવ્યા હતા અને તેના પણ અલગ અલગ કૌભાંડ સામે આવી રહ્યા છે.

પોલીસની કાર્યવાહી ઢીલી છે
12 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતાં ગરીબોના જીવલેનારાઓના ફ્લેટ, બંગલો કે ફાર્મ હાઉસમાંથી પુરાવા સગેવગે થયા કે પછી કરવામાં આવ્યા તેવા પ્રશ્ન લોકમાનસ પર ઉઠયાં છે. ખ્યાતી હોસ્પિટલમાં ગત.11 નવેમ્બરે બે દર્દીઓની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાતા મોત નિપજ્યા કેસમાં તા.13ને બુધવારે રાત્રે વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉ.સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને ડૉ.પ્રશાંત સામે સાઅપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઇ હતી. પહેલાથી જ આરોપીઓને છાવરવાનું નક્કી કરી દીધુ હોય તે રીતે ચિરાગ, સંજય અને રાજશ્રી ફરિયાદ નોંધાયાના થોડા કલાકો પહેલા જ તેઓ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાયાના 10 દિવસ બાદ મિડીયા મારફતે જાણ થઇ કે, સાંતેજમાં આવેલ ખ્યાતી હોમ્સમાં અનાહત નામનું ફાર્મ હાઉસ કાર્તિક પટેલનું છે.