Khyati Hospital: આરોપીને જેલમાં VIP ટ્રીટમેન્ટ!, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ સતર્ક
ખ્યાતિ હોસ્પિટલકાંડના આરોપી “ડૉ. પ્રશાંતને લોકઅપમાં વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ઘરનું ભોજન પિરસાય છે"ના હેડીંગના ફોટોગ્રાફ્સ સાથે સંદેશ ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર બાબતે ફરજમાં નિષ્કાળજી દાખવનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પી.એસ.ઓ., અ.હે.કો. લાલસંગ સાગરદાન નાઓને નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ નાઓ દ્વારા ફરજ મોકુફ કરવામાં આવેલ છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી છે. ડૉ. પ્રશાંત વજીરાણીને પોલીસ સ્ટેશનમાં જે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. તે મુદ્દે ગ્રામ્ય એસ.પી. ઓમપ્રકાશ જાટને તપાસ સોંપવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈની 3 કલાક સુધી પૂછપરછ ચાલી. અહેવાલ બાદના વીડિયો સહિતની વિગતોની પૂછપરછ કરવામાં આવી. ભોજનાલયના સંચાલક સહિતના નિવેદન લેવામાં આવ્યા. વીડિયો ફૂટેજના આધારે PSO, PIની પૂછપરછ. ગ્રામ્ય SP સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત એસ.પી. ઓમપ્રકાશ જાટએ જણાવ્યું કે, કેસમાં તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જવાબ આપી શકાશે. ડૉ. પ્રશાંત વજીરાણી પોલીસ કસ્ટડીમાં છે તે દરમિયાન વજીરાણીના પત્નીએ ઘરનું ટિફિન લાવીને નજીકમાં આવેલ ભોજનાલયમાં બેસીને જમાડતા જોવા મળ્યા હતા. પોલીસની નજર હેઠળ આરોપી ડૉક્ટરને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી હતી. ખ્યાતિકાંડના ર્ડા. પ્રશાંત વજીરાણી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે દર્દીઓની સારવાર માટે જતા હતા, જેમાં અત્યારસુધી ભાગ્યોદય હોસ્પિટલમાં આ ર્ડા.વજીરાણીએ કેટલા દર્દીઓની સારવાર કરી અને તેમાં કેટલુ કમિશન ચૂકવાયુ સહિતની તપાસ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. કડી ભાગ્યોદય હોસ્પિટલને લગભગ પોણા બે વર્ષમાં વિવિધ સારવારના 1292 જેટલા દર્દીના ક્લેમમાં સરકાર દ્વારા કુલ રૂ. 6.16 કરોડ જેટલુ ચૂકવણુ થયેલુ છે. જોકે ખાસ કરીને ર્ડા. વજીરાણીએ કેટલા કેસ ચકાસ્યા અને તેમને હોસ્પિટલે કયા કેસમાં કેટલુ ચૂકવણુ કર્યુ તેના ડેટાની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. સરકારમાં હોસ્પિટલ ક્લેમના ડેટા એકત્ર કરીને હવે જિલ્લા આરોગ્ય તંત્ર ભાગ્યોદય હોસ્પિટલમાં આ મામલે ક્રોસ તપાસમાં ધામા નાખશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિ હોસ્પિટલકાંડના આરોપી “ડૉ. પ્રશાંતને લોકઅપમાં વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ઘરનું ભોજન પિરસાય છે"ના હેડીંગના ફોટોગ્રાફ્સ સાથે સંદેશ ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર બાબતે ફરજમાં નિષ્કાળજી દાખવનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પી.એસ.ઓ., અ.હે.કો. લાલસંગ સાગરદાન નાઓને નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ નાઓ દ્વારા ફરજ મોકુફ કરવામાં આવેલ છે.
સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી છે. ડૉ. પ્રશાંત વજીરાણીને પોલીસ સ્ટેશનમાં જે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. તે મુદ્દે ગ્રામ્ય એસ.પી. ઓમપ્રકાશ જાટને તપાસ સોંપવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈની 3 કલાક સુધી પૂછપરછ ચાલી. અહેવાલ બાદના વીડિયો સહિતની વિગતોની પૂછપરછ કરવામાં આવી. ભોજનાલયના સંચાલક સહિતના નિવેદન લેવામાં આવ્યા. વીડિયો ફૂટેજના આધારે PSO, PIની પૂછપરછ.
ગ્રામ્ય SP સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત
એસ.પી. ઓમપ્રકાશ જાટએ જણાવ્યું કે, કેસમાં તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જવાબ આપી શકાશે. ડૉ. પ્રશાંત વજીરાણી પોલીસ કસ્ટડીમાં છે તે દરમિયાન વજીરાણીના પત્નીએ ઘરનું ટિફિન લાવીને નજીકમાં આવેલ ભોજનાલયમાં બેસીને જમાડતા જોવા મળ્યા હતા. પોલીસની નજર હેઠળ આરોપી ડૉક્ટરને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી હતી.
ખ્યાતિકાંડના ર્ડા. પ્રશાંત વજીરાણી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે દર્દીઓની સારવાર માટે જતા હતા, જેમાં અત્યારસુધી ભાગ્યોદય હોસ્પિટલમાં આ ર્ડા.વજીરાણીએ કેટલા દર્દીઓની સારવાર કરી અને તેમાં કેટલુ કમિશન ચૂકવાયુ સહિતની તપાસ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. કડી ભાગ્યોદય હોસ્પિટલને લગભગ પોણા બે વર્ષમાં વિવિધ સારવારના 1292 જેટલા દર્દીના ક્લેમમાં સરકાર દ્વારા કુલ રૂ. 6.16 કરોડ જેટલુ ચૂકવણુ થયેલુ છે. જોકે ખાસ કરીને ર્ડા. વજીરાણીએ કેટલા કેસ ચકાસ્યા અને તેમને હોસ્પિટલે કયા કેસમાં કેટલુ ચૂકવણુ કર્યુ તેના ડેટાની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. સરકારમાં હોસ્પિટલ ક્લેમના ડેટા એકત્ર કરીને હવે જિલ્લા આરોગ્ય તંત્ર ભાગ્યોદય હોસ્પિટલમાં આ મામલે ક્રોસ તપાસમાં ધામા નાખશે.