Khyati Hospitalમાં કેસની વધુ તપાસ માટે પોલીસ ડોકટર પ્રશાંત વજીરાણીને હોસ્પિટલ પહોંચી

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ દિવસને દિવસે વધી રહ્યો છે,ત્યારે આ કેસમાં ચાર આરોપીઓ ફરાર છે અને એક આરોપી ડોકટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે,કોર્ટે પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે સાથે સાથે તપાસનો પણ આદેશ આપ્યો છે.પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસ પૂછપરછ કરી રહી છે. ડોકટર પ્રશાંત વજીરાણી પહેલો ઝડપાયો આ સમગ્ર કેસમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે,જેમાં ડોકટર પ્રશાંત વજીરાણી પહેલા ઝડપાયો છે,બાકીના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે,પોલીસે વજીરાણીને હોસ્પિટલ લઈને પહોંચી છે અને તપાસ કરી રહી છે,કયાં શું કરવામાં આવતું હતુ તેને લઈ તપાસ હાથધરી છે.ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.સામાન્ય માણસથી કરોડોનો આસામી બન્યો મેડિકલ માફિયા અને મેડિકલ માફિયા કાર્તિક પટેલની બે કોલેજોને તાળાં મારી દેવામાં આવ્યા છે.સામાન્ય વ્યક્તિમાંથી મેડિકલ માફિયા બન્યો કાર્તિક તો શરૂઆતમાં નાના-નાના મકાનો બનાવી રૂપિયા કમાયો અને કાર્તિક પટેલે થોડા રૂપિયા કમાઈને સ્કૂલો ખરીદી બાદમાં ફિઝિયો અને એન્જિનિયરિંગ કોલેજો શરૂ કરી હતી અને બંને કોલેજ શાહીબાગના આર્મી એરિયામાં શરૂ કરી હતી. હજી આરોપીઓ નથી ઝડપાયા ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ હજુ પણ પોલીસપકડથી દૂર છે,ઘટનાના 6 દિવસ બાદ પણ મેડિકલ માફિયાઓ ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે,ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો છે.ડો. પ્રશાંત વજીરાણી હાલ 9 દિવસના પોલીસ રિમાંડ પર છે તો ડો. સંજય પટોલીયા હજુ પણ પોલીસપકડથી દૂર છે.બીજી તરફ CEO ચિરાગ રાજપૂત ઘટના સમયે હાજર હતો અને બાદમાં ફરાર થઈ ગયો તો CEO હાજર હતો ત્યારે ધરપકડ કેમ ના થઈ તે મોટો સવાલ છે. ખ્યાતિએ નથી છોડયા કોઈને ખ્યાતિ હોસ્પિટલને લઈ વધુ એક કૌંભાડ સામે આવ્યું છે જેમાં દસ્ક્રોઈના કાંકજ ગામે ગ્રામજનોની જાણ બહાર ઓપરેશન કર્યુ હોવાની માહિતી સામે આવી છે જેમાં ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને બસ ભરીને ગ્રામજનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,,હોસ્પિટલ લઈ ગયા બાદ તમામની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.કેટલાય લોકોને બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી છે જેમાં પરિજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યાનો આક્ષેપ લાગ્યો છે.

Khyati Hospitalમાં કેસની વધુ તપાસ માટે પોલીસ ડોકટર પ્રશાંત વજીરાણીને હોસ્પિટલ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ દિવસને દિવસે વધી રહ્યો છે,ત્યારે આ કેસમાં ચાર આરોપીઓ ફરાર છે અને એક આરોપી ડોકટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે,કોર્ટે પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે સાથે સાથે તપાસનો પણ આદેશ આપ્યો છે.પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસ પૂછપરછ કરી રહી છે.

ડોકટર પ્રશાંત વજીરાણી પહેલો ઝડપાયો

આ સમગ્ર કેસમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે,જેમાં ડોકટર પ્રશાંત વજીરાણી પહેલા ઝડપાયો છે,બાકીના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે,પોલીસે વજીરાણીને હોસ્પિટલ લઈને પહોંચી છે અને તપાસ કરી રહી છે,કયાં શું કરવામાં આવતું હતુ તેને લઈ તપાસ હાથધરી છે.ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.સામાન્ય માણસથી કરોડોનો આસામી બન્યો મેડિકલ માફિયા અને મેડિકલ માફિયા કાર્તિક પટેલની બે કોલેજોને તાળાં મારી દેવામાં આવ્યા છે.સામાન્ય વ્યક્તિમાંથી મેડિકલ માફિયા બન્યો કાર્તિક તો શરૂઆતમાં નાના-નાના મકાનો બનાવી રૂપિયા કમાયો અને કાર્તિક પટેલે થોડા રૂપિયા કમાઈને સ્કૂલો ખરીદી બાદમાં ફિઝિયો અને એન્જિનિયરિંગ કોલેજો શરૂ કરી હતી અને બંને કોલેજ શાહીબાગના આર્મી એરિયામાં શરૂ કરી હતી.

હજી આરોપીઓ નથી ઝડપાયા

ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ હજુ પણ પોલીસપકડથી દૂર છે,ઘટનાના 6 દિવસ બાદ પણ મેડિકલ માફિયાઓ ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે,ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો છે.ડો. પ્રશાંત વજીરાણી હાલ 9 દિવસના પોલીસ રિમાંડ પર છે તો ડો. સંજય પટોલીયા હજુ પણ પોલીસપકડથી દૂર છે.બીજી તરફ CEO ચિરાગ રાજપૂત ઘટના સમયે હાજર હતો અને બાદમાં ફરાર થઈ ગયો તો CEO હાજર હતો ત્યારે ધરપકડ કેમ ના થઈ તે મોટો સવાલ છે.

ખ્યાતિએ નથી છોડયા કોઈને

ખ્યાતિ હોસ્પિટલને લઈ વધુ એક કૌંભાડ સામે આવ્યું છે જેમાં દસ્ક્રોઈના કાંકજ ગામે ગ્રામજનોની જાણ બહાર ઓપરેશન કર્યુ હોવાની માહિતી સામે આવી છે જેમાં ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને બસ ભરીને ગ્રામજનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,,હોસ્પિટલ લઈ ગયા બાદ તમામની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.કેટલાય લોકોને બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી છે જેમાં પરિજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યાનો આક્ષેપ લાગ્યો છે.