Kheda: વાલ્લાની પ્રાથમિક શાળામાં 51 ફૂટનું અનોખું ભીંત ચિત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા પર્યાવરણ રક્ષણની અનેક પ્રેરક પ્રવૃત્તિઓ કરી રહી છે. હાલ આ શાળાનાં તમામ 180 વિદ્યાર્થીઓએ ભેગા મળી એક અનોખું કલા સર્જન કર્યું છે.કુલ 51 ફુટના આ ભીંત ચિત્રમાં ક્યાંય બ્રશ,પીંછીનો ઉપયોગ કરાયો નથી.માત્ર ને માત્ર હાથના પંજાની છાપ,આંગળાની છાપ, અંગૂઠાની છાપ અને બટાકાની છાપથી વિદ્યાર્થીઓએ 6 દિવસમાં તૈયાર કર્યું છે. જેમાં એક વૃક્ષ દ્વારા પર્યાવરણ રક્ષણનો પ્રેરક સંદેશ આપેલ છે.
વૃક્ષ વિધાતા, જીવનદાતા નામનું આ ભીંત ચિત્ર માનવ જીવનમાં પરોપકારી વૃક્ષની ઉપયોગીતા દર્શાવે છે.વૃક્ષના ફ્ળ બતાવી તેમાં વરસાદ, છાંયડો, આશરો, પ્રાણવાયુ,કાગળ, ગુંદર,દવા,રબર, લાકડું,ફ્ળ,ફુલ, શાકભાજી,અનાજ, કઠોળ વગેરે બતાવ્યું છે. માનવ જીવનના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશાલીના મેઘ ધનુષી રંગોના મૂળમાં વૃક્ષ દેવ જ છે.તે અદભુત રીતે દર્શાવ્યું છે.ખરેખર વૃક્ષ આપણાં ભાગ્યવિધાતા અને જીવનદાતા છે ? તેનું રક્ષણ કરવાની આપણી પહેલી અને પવિત્ર ફરજ છે.શાળાના પ્રકૃતિ મિત્ર અને ગાંધીવાદી શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટનો આ નવતર પ્રયોગ તમામ વિદ્યાર્થીઓએ સાકાર કરી પર્યાવરણ રક્ષણનો પ્રેરક સંદેશ આપ્યો છે.આ પ્રકારે નવતર પ્રયોગ જિલ્લા- રાજ્યમાં સૌપ્રથમ છે. જેમાં શાળાનાં આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા અન્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે આ શાળા પર્યાવરણ રક્ષણનો પૂતળી ખેલ છેલ્લા વીસ વર્ષથી રાજ્યભરમાં રજૂ કરી રહી છે.
What's Your Reaction?






