Kheda : નડિયાદના એસટી બસ મથકમાં પાયાની સુવિધાનો અભાવ, સત્વરે કામગીરી નહીં થાય તો કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી

Jul 18, 2025 - 11:30
Kheda : નડિયાદના એસટી બસ મથકમાં પાયાની સુવિધાનો અભાવ, સત્વરે કામગીરી નહીં થાય તો કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આજે કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. નડિયાદ એસટી બસ મથકમાં પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. તેમજ બસ સ્ટેન્ડના વિસ્તારમાં ખાડાઓ અને ગંદકીના સામ્રાજ્યના કારણે મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો છે. એસ ટી બસ સ્ટેન્ડમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઈને આજે પ્લેકાર્ડ, સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યુ.

હજ્જારો મુસાફરોથી ધમધમતું બસસ્ટેન્ડ

નડિયાદનું એસટી બસ‌ સ્ટેન્ડનો દૈનિક દસ હજાર જેટલા મુસાફરો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ દૈનિક 10,000 હજારથી વધુ મુસાફરો અને 1 હજારથી વધુ બસોના આવનજાવનથી આ બસ સ્ટેન્ડ ધમધમે છે. વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ સહિત રોજીંદા કામ અર્થે જિલ્લામાં આવતા અને જિલ્લા બહાર જતા મુસાફરોનું મહત્વનું પીકઅપ સ્ટેન્ડ હોવા છતાં આ બસ સ્ટેન્ડમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો. ચોમાસાને બાદ કરતા આડા દિવસો દરમિયાન ધૂળિયા રસ્તાથી બસ સ્ટેન્ડમા ધૂળની ડમરીઓના ગોટેગોટા ઉડે છે. જેના કારણે મુસાફરોને ઘણા દિવસોથી મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. 

બસ સ્ટેન્ડમાં ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય

લાંબા સમયથી નડિયાદના જુના બસ મથકમાં રોડ બન્યો જ નથી. જેના કારણે ચોમાસાની ઋતુમાં પાણી ભરાવવાથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. લગભગ 4 વર્ષથી આ બસ સ્ટેન્ડમાં પાયાની અસુવિધાને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. છતાં એસટી તંત્રને આ બસ‌ સ્ટેન્ડમાં રોડ બનાવવા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરતું નથી. ફક્ત ચોમાસાની સિઝનમાં દેખાવ ખાતર થાડા-થિગડાંનું કામ કરી ખાડા પૂરી દે છે. ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસે આ બાબતે નડિયાદ ડેપોના મેનેજરને રજૂઆત કરી ડામરનો પાકો રોડ બનાવવા માંગ કરી છે.

ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી

આ બાબતે આવેદનપત્ર આપવા આવેલા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ જણાવ્યું કે અમે છેલ્લા ચાર વર્ષથી સતત એસટી વિભાગને રજૂઆત કરતા આવી છે. નડિયાદ એસટી સ્ટેન્ડમાં કામ ચલાઉ નહીં પરંતુ કાયમી ધોરણે ડામરનો રોડ બને તેવી અમારી માંગ છે. તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે, નવું બસ સ્ટેન્ડ નિર્માણ પામી રહ્યું છે પરંતુ છેલ્લા ચાર ચાર વર્ષથી આ ખાડા મુસાફરોને હેરાન પરેશાન કરી રહ્યા છે. ખાસ દિવ્યાંગ વ્યક્તિઓ અને સિનિયર સિટીઝનો તેમજ મહિલા મુસાફરોને આ ખાડાના કારણે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. થોડા દિવસોની અંદર કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0