Kheda Rain Update: જિલ્લામાં મેઘરાજાની સાર્વત્રિક ધોધમાર બેટિંગ, નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ

Sep 14, 2026 - 15:30
Kheda Rain Update: જિલ્લામાં મેઘરાજાની સાર્વત્રિક ધોધમાર બેટિંગ, નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન ખાતાની તીવ્ર આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. દિવસભરના અસહ્ય ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ બપોરે ત્રણ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, કપડવંજ અને ઠાસરા સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ મેઘમહેરથી જિલ્લાના ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ

નડિયાદ શહેરમાં માત્ર 2 કલાકના ટૂંક સમયગાળામાં 2 ઇંચથી વધુ મુસળધાર વરસાદ વરસી પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ખોડિયાર ગરનાળું, શ્રેયસ ગરનાળું, માઇમાતા ગરનાળું અને વૈશાલી ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. ગરનાળાં બંધ થતાં નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. તમામ વાહનોને બે ઓવરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

kheda rain update (2)

હાઇવે પર લો વિઝિબિલિટી, વાહનચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર

મહેમદાબાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ખાત્રજથી મહેમદાબાદ-અમદાવાદ રોડ પર ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ હતી. હાઇવે પર સામેનું દ્રશ્ય પણ સ્પષ્ટ ન દેખાતાં વાહનચાલકોએ અકસ્માતથી બચવા માટે દિવસ દરમિયાન પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખી સાવચેતીપૂર્વક વાહનો હંકારવા પડ્યા હતા.

ડાંગર, તમાકુ, કપાસ અને શાકભાજીના પાકને મળ્યું નવું જીવનદાન

આ વરસાદ ખેડા જિલ્લાના કૃષિ ક્ષેત્ર માટે વરદાનરૂપ સાબિત થયો છે. કપડવંજ, મહેમદાબાદ અને અન્ય પંથકોમાં વરસાદ પડતાં જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહેશે. ડાંગર, તમાકુ, શાકભાજી, મગફળી અને કપાસના ઊભા પાકને સુકાઈ જતાં પહેલાં જ મોટું જીવતદાન મળ્યું છે. સતત ગરમી બાદ પડેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડા જિલ્લાના વિવિધ તાલુકાના વરસાદના આંકડા

છેલ્લા કલાકો દરમિયાન ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ

  • નડિયાદ: 50 મીમી
  • વસો: 34 મીમી
  • કપડવંજ: 14 મીમી
  • ખેડા: 8 મીમી
  • માતર: 6 મીમી
  • મહુધા: 5 મીમી
  • મહેમદાબાદ: 4 મીમી
  • કઠલાલ: 3 મીમી
  • ઠાસરા: 3 મીમી
  • ફાગવેલ: 2 મીમી



આ પણ વાંચો: Kheda : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0