Kheda News : ખેડાના નડિયાદમાં ધર્મપરિવર્તનનું શંકાસ્પદ રેકેટ ! પંચમહાલ અને દાહોદના યુવકોનું બ્રેઇનવોશ કરાતુ હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને અનેક લોભ લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવા ના કાવતરાનો વધુ એકવાર નડિયાદ શહેરમાંથી પર્દાફાશ થયો છે, નડિયાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનનું મસ્ત મોટું રેકેટ ચાલે છે જેમાં આદિવાસી વિસ્તારમાંથી અબુધ નિરક્ષર ગરીબ લોકોને ખાસ ટાર્ગેટ કરી ક્રિશ્ચયન મિશનરીઓ ધર્મ પરિવર્તનનું મસ મોટું રેકેટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દાહોદ અને પંચમહાલના નબળા વર્ગના લોકોને બોલાવવામાં આવતા હતા
અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ જોરશોરથી આ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી પણ હવે ગુજરાતમાં સૌપ્રથમવાર એવી ઘટનાનો પર્દાફાશ થયો છે કે દાહોદ પંચમહાલ વિસ્તારના નબળા અને ગરીબ વર્ગના આદિવાસી સમાજના લોકોને લોભ લાલચો ના પ્રલોભનો અને હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાવી બ્રેઇન વોશ કરી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસે નડિયાદના ડભાણ રોડ પર નવી જિલ્લા પંચાયત ઓફિસની બાજુમાં ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સની અંદર અંદાજે 100 થી 150 આદિવાસી સમાજના યુવક યુવતીઓને દૂર દૂરથી બોલાવી ધાર્મિક કાર્યક્રમોના નામે બ્રેન વોશ કરવાની પ્રવૃત્તિ ઈશાઈ ધર્મ પ્રચારક સ્ટીવન ભાનુભાઈ મેકવાન અને સ્મિતુલ ફિલિપભાઈ મહિડા,(નડિઆદ) નામના શખ્સ દ્વારા કરવામાં આવી રહી હતી.
પોલીસે પણ તપાસમાં નિષ્કાળજી રાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
જેની માહિતી હિન્દુ સંગઠનના લોકોને મળતા સ્થળ પર પહોંચી સમગ્ર મામલાને ઉજાગર કરવાનું પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પુરાવા ન હોવાનું બહાનું કાઢીને પોલીસ દ્વારા આગળ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. આ ઉપરાંત ધર્માંતરણની પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોની પોલીસ વિભાગના એલ આઈ બી વિભાગ દ્વારા કોઈ જ તપાસ કાર્યવાહી ન કરવામાં આવી અને લોકલ LIB સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યું જેને કારણે આ પ્રવૃત્તિ વધુ ફૂલી ફાલી અને છેલ્લા ઘણા દિવસથી નડિયાદ શહેરના મિશન રોડ પર રામ તલાવડી વિસ્તારમાં ગુરુદ્વારા અને મંદિરની વચ્ચે જ આશીર્વાદ સોસાયટીમાં આદિવાસી સમાજના દાહોદ પંચમહાલ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના 50 જેટલા યુવક યુવતીઓ અને અંદાજે સાતથી આઠ જેટલા સગીરોને ત્રણ ચાર દિવસથી આ જગ્યા ઉપર બોલાવી ગેરકાયદેસર બાંધેલા છાપરામાં આશરો આપી અનેક પ્રકારની લોભ લાલચો તેમજ હિન્દુ દેવી-દેવતાઓને નીચા દેખાડી સંપૂર્ણ બ્રેક વોશ કરવાનું ષડયંત્રનું કારસ્તાન ચાલી રહ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે
જે અંગેની માહિતી અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજન ત્રિપાઠીને મળતા તેમના કાર્યકર્તાઓ સાથે સ્થળ પર પહોંચતા જોયું તો તમામ યુવક યુવતીઓ અને બાળકોનું બ્રેઇન વોશ કરવાની પ્રવૃત્તિ જોર શોરથી ચલાવવામાં આવી રહી હતી જે અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ નડિયાદ ડીવાયએસપી વિમલ આર બાજપાઈ ને જાણ કરવામાં આવી હતી જે બાદ સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ પહેલા તો ધર્મ પરિવર્તન કરનારાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવા ધરાર ઈન્કાર કર્યો હતો, ત્યારબાદ સંગઠન દ્વારા ઉપલા લેવલથી પ્રેસર લાવવામાં આવતા ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવા માટે મજબૂર બની હતી અને સ્થાનિક નડિયાદ પશ્ચિમ પોલીસે સમગ્ર મામલાને લઈને કાર્યવાહી હાથ ધરી તમામ લોકોના નિવેદનો લઈ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને હજુ આગળ પણ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની એલઆઈબી શાખાએ નિષ્કિયતા દાખવી
મુખ્ય સવાલ એ છે કે અગાઉ થોડા દિવસ પહેલા આ જ પ્રવૃત્તિ ચાલી રહી હતી જેની જાણ પોલીસને કરવામાં આવી તેમ છતાં પોલીસનું લોકલ એલઆઈબી શા માટે નિષ્ક્રિય રહ્યું અને કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી તે એક સૌથી મોટો સવાલ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નડિયાદ શહેરમાં 100 થી વધુ લોકો એવા છે કે જેમને કોઈ જ કામ ધંધો નથી તે ફક્ત લોકોને લાલચ આપી લલચાવી ફોસલાવી સંપૂર્ણ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિમાં લાગેલા છે, અને તેમના ભરણપોષણ માટે વિદેશથી સ્પેશિયલ ફંડિંગ કરવામાં આવે છે તેમજ ક્રિસ્મસ ગુડ ફ્રાઇડે જેવા તહેવારોમાં પણ વિશેષ ફંડિંગ કરી લાલચો આપવામાં આવે છે તેવો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે, ક્યારે આ મિશનરીઓ ચલાવતા તમામ લોકો પર કડક હાથે કાર્યવાહી થાય છે
આ સમગ્ર ઘટનામાં મુખ્ય સવાલ એ થાય છે કે અનેકવાર આ રીતની ધર્માંતરણની પ્રવૃત્તિઓ ઝડપાઈ છે પરંતુ આવા લોકો ઉપર કોઈ નક્કર ચોક્કસ કે કડક કાર્યવાહી ન થવાને કારણે આ પ્રવૃત્તિઓ વધુ ફુલીફાલી છે અને દક્ષિણ ગુજરાત આદિવાસી વિસ્તારથી હવે તે દાહોદ પંચમહાલ વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. એક બાજુ સરકાર આ પ્રવૃત્તિઓ અટકાવવાની વાતો કરે છે પરંતુ બીજી બાજુ પોલીસની લોકલ એલઆઈબીની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાને કારણે આ પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ મિશનરીઓ ચલાવતા તમામ લોકો પર કડક હાથે કાર્યવાહી થાય છે અને આ પ્રવૃત્તિઓ પર બ્રેક લાગે છે.
What's Your Reaction?






