Kheda News: ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોની કદર થાય છે, પક્ષના જૂના કાર્યકરોનું કોઈ સાંભળતુ નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાજપમાં ફરી ભાંજગડ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં રામ મોકરિયાનો વિવાદ શાંત થયો છે. ત્યાં ખેડાના કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુડાભીએ એક પત્ર દ્વારા બળાપો ઠાલવ્યો છે. તેમણે પદની ગરિમા અને સન્માન નહીં મળતાં રોષ ઠાલવ્યો હતો. તેમણે પત્ર જાહેર કરતા જ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પદની ગરિમા અને સન્માન ન મળતા રોષ ઠાલવ્યો
ખેડાના કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ એક પત્ર જાહેર કરીને કહ્યું છે કે, ભાજપમાં કોંગ્રેસમાંથી આવનારાને સાંભળવામાં આવે છે. મૂળ ભાજપના કાર્યકરોની કદર થતી નથી. વિકાસના કામોમાં અવગણના થતાં તેમણે રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા લોકોને પ્રાથમિકતા અપાતી હોવાથી તેઓ નારાજ થયા છે. તેમણે પત્રમાં કહ્યું હતું કે, વર્ષોથી પાર્ટી માટે કામ કરતાં કાર્યકરોની અવગણના અને કદર કરવામાં આવતી નથી.
કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયામાં પત્ર જાહેર કર્યો
છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયામાં પત્ર જાહેર કર્યો છે. તેમનો આ પત્ર જાહેર થયા બાદ ખેડા જિલ્લામાં ભાજપમાં ઉકળતો જૂથવાદ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અમુલ ડેરીની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્યએ સોશિયલ મીડિયામા પત્ર જાહેર કરતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
What's Your Reaction?






