Kheda News : નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટલમાંથી કમકમાટી છૂટે તેવું દૃશ્ય, પનીર ચીલીમાંથી આખો વંદો નીકળ્યો! Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ શહેરની જાણીતી રવિન્દ્ર નાનકિંગ હોટલની ગંભીર બેદરકારી સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હોટલમાં ગ્રાહકને પીરસવામાં આવેલી પનીર ચીલીની ડિશમાંથી આખો વંદો નીકળતાં ગ્રાહક ચોંકી ઊઠ્યા હતા અને તેમણે તાત્કાલિક આ અંગે તંત્રને ફરિયાદ કરી હતી. ભોજનમાં જીવજંતુ મળી આવવાની આ ઘટના હોટલ સંચાલકોની સ્વચ્છતા અને ફૂડ હાઇજીન પ્રત્યેની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ ઘટના બાદ ગ્રાહકોમાં હોટલના ભોજન પ્રત્યે અવિશ્વાસની લાગણી જન્મી છે. ઘટનાની જાણ થતાં જ નડિયાદના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગનું તંત્ર તાત્કાલિક રવિન્દ્ર નાનકિંગ હોટલ ખાતે દોડી આવ્યું હતું. તંત્રએ હોટલના રસોડા અને સ્ટોરેજ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં ગંભીર સ્તરની ગંદકી જોવા મળી હતી.
તંત્રના દરોડામાં ગંદકીનું સામ્રાજ્ય મળ્યું
રસોડામાં અસ્વચ્છતા, વાસી ખોરાક અને સ્વચ્છતાના નિયમોનો ભંગ થતો હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું હતું, જે પનીર ચીલીમાંથી વંદો નીકળવા પાછળનું મુખ્ય કારણ હતું. તંત્રએ ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ હોટલની ગંભીર બેદરકારી નોંધી હતી. ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ તંત્રએ હોટલ રવિન્દ્ર નાનકિંગ સામે કડક પગલાં લીધાં હતાં. તંત્રએ હોટલને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ હોટલના સંચાલનને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું હતું. તંત્રના આ પગલાથી અન્ય હોટલ સંચાલકોમાં પણ કાયદાનો ડર પેઠો છે. આ ઘટના એ વાતનો સંકેત આપે છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના મામલે હવે તંત્ર કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવા તૈયાર નથી.
What's Your Reaction?






