Kheda News: ડાકોર મંદિરમાં VIP કલ્ચરનો વિરોધ, મોરારી બાપુ માટે ખાસ દર્શન વ્યવસ્થા સામે રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં VIP કલ્ચરને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. કથાકાર મોરારી બાપુ માટે મંદિર પરિસરમાં ખાસ દર્શન વ્યવસ્થા ઊભી કરવાના મંદિર કમિટીના નિર્ણયને કારણે સ્થાનિકો અને મંદિર સેવકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. એક જ વ્યક્તિ માટે વિશેષ રસ્તો અને વ્યવસ્થા કરવામાં આવતા સામાન્ય ભક્તોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાની કામગીરીથી વિવાદ
વિવાદનું મુખ્ય કારણ કીર્તનિયા જાળી આગળનો કઠેરો કાપીને મોરારી બાપુ માટે અલગ માર્ગ બનાવવાની શરૂ કરાયેલી કામગીરી છે. સ્થાનિકો અને સેવકોનો દાવો છે કે, શુક્રવારની અગિયારસના પવિત્ર ઉત્સવ સમયે આ જાળી અને માર્ગનો વિશેષ ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત, મોરારી બાપુના આગમનને ધ્યાનમાં રાખીને મંદિરમાં લાલ જાજમ પાથરવાની વ્યવસ્થા સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
"ભગવાનના દરબારમાં સૌ ભક્તો સમાન"
વિરોધ કરી રહેલા સેવકો અને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે, સામાન્ય ભક્તો માટે એક જ નિયમ હોય છે, તો પછી કોઈ વિશેષ વ્યક્તિ માટે અલગ અને વિશેષ વ્યવસ્થા કેમ? રજૂઆતોમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રીઓથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામાન્ય જાળીમાંથી નમીને ભગવાન રણછોડરાયજીના દર્શને ગયા છે, ત્યારે આ પ્રકારે વિશેષ રસ્તો બનાવવો અયોગ્ય છે.

ટેમ્પલ કમિટી ભીંસમાં
સેવકો અને સ્થાનિકોના આ ઉગ્ર વિરોધના પગલે ડાકોર મંદિરની ટેમ્પલ કમિટી ભારે ભીંસમાં મુકાઈ ગઈ છે. ભગવાનના દરબારમાં તમામ ભક્તો સમાન હોવાના મુદ્દે શરૂ થયેલા આ વિરોધ વચ્ચે હવે મંદિર કમિટી આગામી સમયમાં શું નિર્ણય લે છે અને આ કામગીરી અટકાવવામાં આવે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Kheda News: નડિયાદ રેલવે સ્ટેશને ખોટી ટ્રેનમાં ચઢેલી મહિલા નીચે ઉતરતાં દરવાજે લટકી, પોલીસ કર્મીએ બચાવી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

