Kheda : સરકારી જમીન હડપ કરનાર મુખ્ય સૂત્રધાર શિક્ષક આશિષ પટેલ સસ્પેન્ડ, શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી

Mar 29, 2026 - 00:00
Kheda : સરકારી જમીન હડપ કરનાર મુખ્ય સૂત્રધાર શિક્ષક આશિષ પટેલ સસ્પેન્ડ, શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઠવાડી ગામે સરકારી જમીન અને મકાનો પર ગેરકાયદેસર કબજો જમાવી, ખોટી વારસાઈ ઊભી કરી કરોડોનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી અને શિક્ષક આશિષ પટેલ સામે શિક્ષણ વિભાગે આખરે કડક પગલાં લીધા છે. જેલવાસ કાપી રહેલા આશિષ પટેલનો પોલીસ રિપોર્ટ મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.

શું હતું આખું કૌભાંડ?

વાઠવાડી ગામમાં રોડ ટચ આવેલી સરદાર સરોવર સિંચાઈ વિભાગની જમીન વર્ષો પહેલા સંપાદિત કરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે રહેણાંક મકાનો અને ઓફિસ બનાવવામાં આવી હતી. જોકે, સિંચાઈ વિભાગની એક ગંભીર ભૂલ એ હતી કે રેકર્ડ પરથી જૂના ખેડૂતોના નામ દૂર કરવાનું રહી ગયું હતું. આ ખામીનો લાભ ઉઠાવી મુખ્ય સૂત્રધાર આશિષ પટેલે પોતાના મળતિયાઓ સાથે મળીને તે નામોમાં ખોટી વારસાઈ કરાવી દીધી હતી.

સરકારી મકાનો તોડી જમીન બિલ્ડરને પધરાવી

આરોપીઓએ માત્ર કબજો જ નહોતો લીધો, પરંતુ સિંચાઈ વિભાગના સરકારી મકાનો પણ તોડી પાડ્યા હતા. ત્યારબાદ આ કિંમતી જમીન મહેમદાવાદના એક જાણીતા બિલ્ડરના સગાને વેચી મારી હતી. આ સમગ્ર મામલો જ્યારે સિંચાઈ વિભાગના ધ્યાને આવ્યો ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતું અને મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી અને જેલવાસ

ફરિયાદ નોંધાયાના 54 દિવસ બાદ પોલીસને મુખ્ય આરોપી આશિષ પટેલને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હાલમાં આશિષ પટેલ સહિતના મોટાભાગના આરોપીઓ જેલના સળિયા પાછળ છે. જોકે, આ જમીન વેચાણ રાખનાર શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. શિક્ષણ વિભાગની આ કાર્યવાહીથી ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



આ પણ વાંચો----     Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0