Kheda: ડિજિટલ યુગમાં પરંપરાગત રમતો વિસરાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વર્ષો અગાઉ એક સમય એવો હતો કે જયારે ઉનાળામાં વેકેશન પડતાં જ ગામડાઓમાં બાળકોની મોજમસ્તીનો માહોલ જામતો હતો.શહેરોમાં રહેતા બાળકો પણ વેકેશન માણવા માદરે વતન ગામડાઓમાં આવતા અને બાળકો ગીલ્લી દંડા,લખોટી તાક,ભમરડા જેવી રમતો ભરબપોરે શેરીઓમાં છાંયડામાં કે પછી ગામના નજીકની વાડીઓમાં રમતા.આ રમતો માત્ર મનોરંજન પુરતી ન હતી પણ આ રમતોમાં બાળકોમાં મિત્રતા જામતી તેમજ સ્પર્ધા,ચતુરાઈ અને શારિરીક કસરતોનો સમન્વય પણ રહેતો. ગામડાઓમાં ખુલ્લા ખેતરોમાં કે શેરીઓમાં જયાં ભરબપોરે છાંયડો મળે ત્યાં બાળકો આ રમતો રમતા.આ રમતોમાં ભમરડાની રમતોમાં તો બાળકોને ઘણી મજા આવતી.ભમરડાની રમતમાં લાકડાનો ભમરડો હોય અને તેના નીચે અણીવાળલ ખીલી ઓય અને તેના ઉપર દોરી વીંટાડી બાળકો કુંડાળે બનાવતા અને બાળકો પાસેના વધારાના ભમરડા આ કુંડાળાની વચ્ચે મુકાતા અને જે બાળક કુંડાળામાં મુકેલા ભમરડાને તાક કરી કુંડાળાના બહાર કાઢતો તે ભમરડો જીતી જતો.અને આ ભમરડો દોરીથી નાખ્યા પછી જમીન ઉપર ગોળ ગોળ ફરતો અને તેને બાળકો દોરી થી જ ફરતો ભમરડો હાથ ઉપર લેતા. જયારે લખોટી તાકમાં પણ કુંડાળુ બનાવી જે બાળકો પાસે જેટલી લખોટીઓ હોય તે કાઢીને કુંડાળામાં મુકાતી અને પછી લખોટીની તાક માટેનું અંતર નકકી કરી તાક કરાતી અને જેટલી લખોટી કુંડાળાની બહાર નીકળે તે તાક કરનાર બાળક જીતી લેતો.જયારે ગીલ્લી દંડામાં તો એક જગાએ નાનો ખાડો કરી ગબી બનાવાતી હતી અને આ ગબીના ઉપર ગીલ્લી મુકકી તેને દંડાથી ઉછાળવાની અને જો એ ગીલ્લી બાકીના રમતવીરો કેચ કરી લે તો એ આઉટ ગણાતો અને જો કેચ ન થાય તો ગીલ્લીને દંડાથી મારીને દૂર સુધી લઈ જવાતી અને જયાં અટકે ત્યાંથી ગબી સુધી ના અંતરનું દંડાથી માપ કઢાતુ અને જેટલા દંડા માપ થાય તેટલા લાલ ગણાતા.આવી તો અનેક રમતો બાળકો રમી આનંદ માણતા અને પછી સાંજ પડવા આવે ત્યારે નદીએ નહાવા જવાનુ અને આખા દિવસના થાકના કારણે નહાઈને આવેલા હેવાથી જમીને બહાર ચોપાડમાં ઉનાળાના ઠંડા પવનોના સુસવાટામાં ઉંઘ પણ સરસ આવતી.જયારે આજના યુગમાં આ રમતો ફકત એક યાદો જ રહીગઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

