Kheda:મહુધાના વડથલરેલવેફાટક પાસેથી નશીલી સિરપ સાથે બે શખ્સોને જિલ્લાSOGની ટીમે દબોચીલીધા
ખેડા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કઠલાલથી કોડીનયુકત નશીલી સિરપ દવાનો જથ્થો લઇને બાઇક ઉપર બે શખ્સો મહુધા તરફ આવી રહ્યા છે. જેને લઇને એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમા તથા સ્ટાફ શનિવારે સાંજે વડથલ રેલવે ફાટક પાસે વોચમાં ઉભા હતા.સાંજે 6 વાગ્યાના અરસામાં બાતમીવાળી બાઇક લઇને પસાર થતાં બાઇક સવાર બે શખ્સોને ઉભા રાખ્યા હતા. આ શખ્સો પાસેની પ્લાસ્ટીક ની થેલી તપાસ કરતાં વગર પાસ પરમીટની કોડીન યુકત નશીલી દવાઓ 100 એમ.એલની 20 બોટલ (કિંમત. રૂ.3700)ની મળી આવી હતી. પોલીસે બંને શખ્સોને દબોચી લઇને તેઓના નામથી પુછપરછ કરતાં નામ મહંમદઇમરાન ઉર્ફે કાલુ અબ્દુલમજીદ મલેક(રહે. ચોખંડીભાગોળ, મહુધા) અને આરીફમહંમદ ઉર્ફે ભુરિયો મહંમદરફીક શેખ(રહે. સીમજી ભાગોળ, મહુધા) હોવાનું જણાવ્યું હતું. આ બંને શખ્સો નશાયુકત દવાની બોટલો કઠલાલના નિરવ ઉર્ફે પાપડી પ્રજાપતિ પાસેથી લાવ્યા હતા. એક બોટલની કિંમત રૂ. 185 હતી. પકડાયેલા બંને શખ્સો નશીલી દવાની બોટલ જથ્થાબંધ લાવીને છુટક વેચતા હતા. પોલીસે નશીલી દવાનો જથ્થો, બાઇક, રોકડ રૂ. 800, બે મોબાઇલ મળીને કુલ રૂ. 66,500નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ સંદર્ભે એસઓજી હેડ કોન્સ્ટેબલ ધર્મપાલસિંહની ફરિયાદના આધારે મહુધા પોલીસે હંમદઇમરાન ઉર્ફે કાલુ અબ્દુલમજીદ મલેક અને આરીફમહંમદ ઉર્ફે ભુરિયો મહંમદરફીક શેખ અને નિરવ ઉર્ફે પાપડી વિરૂદ્ધ નારકોટિકસ ડ્રગ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા મહુધાના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે આરોપી નિરવ ઉર્ફે પાપડીને પકડવાના પોલીસે ચક્રોગતિમાન કર્યા હોવાનું સુત્રોેએ વધુમાં જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કઠલાલથી કોડીનયુકત નશીલી સિરપ દવાનો જથ્થો લઇને બાઇક ઉપર બે શખ્સો મહુધા તરફ આવી રહ્યા છે. જેને લઇને એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમા તથા સ્ટાફ શનિવારે સાંજે વડથલ રેલવે ફાટક પાસે વોચમાં ઉભા હતા.
સાંજે 6 વાગ્યાના અરસામાં બાતમીવાળી બાઇક લઇને પસાર થતાં બાઇક સવાર બે શખ્સોને ઉભા રાખ્યા હતા. આ શખ્સો પાસેની પ્લાસ્ટીક ની થેલી તપાસ કરતાં વગર પાસ પરમીટની કોડીન યુકત નશીલી દવાઓ 100 એમ.એલની 20 બોટલ (કિંમત. રૂ.3700)ની મળી આવી હતી. પોલીસે બંને શખ્સોને દબોચી લઇને તેઓના નામથી પુછપરછ કરતાં નામ મહંમદઇમરાન ઉર્ફે કાલુ અબ્દુલમજીદ મલેક(રહે. ચોખંડીભાગોળ, મહુધા) અને આરીફમહંમદ ઉર્ફે ભુરિયો મહંમદરફીક શેખ(રહે. સીમજી ભાગોળ, મહુધા) હોવાનું જણાવ્યું હતું. આ બંને શખ્સો નશાયુકત દવાની બોટલો કઠલાલના નિરવ ઉર્ફે પાપડી પ્રજાપતિ પાસેથી લાવ્યા હતા. એક બોટલની કિંમત રૂ. 185 હતી. પકડાયેલા બંને શખ્સો નશીલી દવાની બોટલ જથ્થાબંધ લાવીને છુટક વેચતા હતા. પોલીસે નશીલી દવાનો જથ્થો, બાઇક, રોકડ રૂ. 800, બે મોબાઇલ મળીને કુલ રૂ. 66,500નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ સંદર્ભે એસઓજી હેડ કોન્સ્ટેબલ ધર્મપાલસિંહની ફરિયાદના આધારે મહુધા પોલીસે હંમદઇમરાન ઉર્ફે કાલુ અબ્દુલમજીદ મલેક અને આરીફમહંમદ ઉર્ફે ભુરિયો મહંમદરફીક શેખ અને નિરવ ઉર્ફે પાપડી વિરૂદ્ધ નારકોટિકસ ડ્રગ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા મહુધાના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે આરોપી નિરવ ઉર્ફે પાપડીને પકડવાના પોલીસે ચક્રોગતિમાન કર્યા હોવાનું સુત્રોેએ વધુમાં જણાવ્યું હતું.