Ahmedabad: પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટુંકાવ્યું, આરોપી પતિની ધરપકડ
અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારમાં બનેલા બનાવ અંગે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેથી ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.1 એપ્રિલ 2024ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા મૃતક પલ્લવીનો વર્ષ 2022માં મેટ્રીમોનિયલ સાઈટ થકી ગીરીરાજ બદ્રીનારાયણ શર્મા સાથે સંપર્ક થયો હતો. ગત 27 માર્ચ 2024ના રોજ પલ્લવી અને ગીરીરાજે મંદિરમાં ફુલહારથી લગ્ન કર્યા અને 1 એપ્રિલ 2024ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના એકાદ મહિના બાદથી ગીરીરાજ ઘરમાં નાની નાની બાબતોમાં ઝઘડો કરે છે અને તે શાકભાજી લેવા કે અન્ય કામે બહાર જાય તો તેના પર શંકા કે વહેમ કરતો હતો. પતિ પૈસા આપવાનો ઈન્કાર કરી પત્ની સાથે મારઝૂડ કરીને ત્રાસ આપતો ગીરીરાજ પલ્લવીને સારી રીતે રાખતો ન હોય જેના કારણે બે વાર પલ્લવીને ગર્ભ રહ્યા અને આ દરમિયાન ગર્ભપાત થઈ ગયા હતા. જે પછી પલ્લવીએ નોકરી શરૂ કરતા પતિએ ઘરનો તમામ ખર્ચ તેને કરવો પડશે તેમ કહી પૈસા આપવાનો ઈન્કાર કરી મારઝૂડ કરી ત્રાસ આપ્યો હતો. ગત 8 નવેમ્બરના રોજ પલ્લવીએ માતાને વોટસએપ પર મેસેજ કરી પોતે અલગ અલગ દવાઓ ખાઈ લીધી હોવાની અને બેડના નીચે સુસાઈડ નોટ મુકી છે, પોલીસ પુછે તો કહી દેજો તેવું જણાવ્યું હતું. પોલીસે આરોપી પતિની કરી ધરપકડ જેથી આ અંગે તેઓએ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. ઘાટલોડિયામાં સંકલ્પ રો હાઉસ ખાતે પોલીસે તપાસ કરતા પલ્લવી આપઘાત કરેલી હાલતમાં મળી હતી. અંતે આ મામલે ઘાટલોડિયા પોલીસ મથકે ગીરીરાજ શર્મા સામે આત્મહત્યાની દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારમાં બનેલા બનાવ અંગે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેથી ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.
1 એપ્રિલ 2024ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા
મૃતક પલ્લવીનો વર્ષ 2022માં મેટ્રીમોનિયલ સાઈટ થકી ગીરીરાજ બદ્રીનારાયણ શર્મા સાથે સંપર્ક થયો હતો. ગત 27 માર્ચ 2024ના રોજ પલ્લવી અને ગીરીરાજે મંદિરમાં ફુલહારથી લગ્ન કર્યા અને 1 એપ્રિલ 2024ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના એકાદ મહિના બાદથી ગીરીરાજ ઘરમાં નાની નાની બાબતોમાં ઝઘડો કરે છે અને તે શાકભાજી લેવા કે અન્ય કામે બહાર જાય તો તેના પર શંકા કે વહેમ કરતો હતો.
પતિ પૈસા આપવાનો ઈન્કાર કરી પત્ની સાથે મારઝૂડ કરીને ત્રાસ આપતો
ગીરીરાજ પલ્લવીને સારી રીતે રાખતો ન હોય જેના કારણે બે વાર પલ્લવીને ગર્ભ રહ્યા અને આ દરમિયાન ગર્ભપાત થઈ ગયા હતા. જે પછી પલ્લવીએ નોકરી શરૂ કરતા પતિએ ઘરનો તમામ ખર્ચ તેને કરવો પડશે તેમ કહી પૈસા આપવાનો ઈન્કાર કરી મારઝૂડ કરી ત્રાસ આપ્યો હતો. ગત 8 નવેમ્બરના રોજ પલ્લવીએ માતાને વોટસએપ પર મેસેજ કરી પોતે અલગ અલગ દવાઓ ખાઈ લીધી હોવાની અને બેડના નીચે સુસાઈડ નોટ મુકી છે, પોલીસ પુછે તો કહી દેજો તેવું જણાવ્યું હતું.
પોલીસે આરોપી પતિની કરી ધરપકડ
જેથી આ અંગે તેઓએ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. ઘાટલોડિયામાં સંકલ્પ રો હાઉસ ખાતે પોલીસે તપાસ કરતા પલ્લવી આપઘાત કરેલી હાલતમાં મળી હતી. અંતે આ મામલે ઘાટલોડિયા પોલીસ મથકે ગીરીરાજ શર્મા સામે આત્મહત્યાની દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.