Khedaના ઠાસરા વેપારી મંડળ સોસાયટીમાં ઠગાઈ આચરનાર માસ્ટર માઈન્ડ બંટી-બબલી ઝડપાયા

ઠાસરા વેપારી મંડળ સોસાયટીમાં ખોટા દાગીના પર ધિરાણ મેળવવાના મામલે 14 સભાસદો સામે રૂપિયા 1.70 કરોડની છેતરપિંડીને લઈ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.ખોટા દાગીના સાચા બતાવી મંડળીને નુકસાન કરનાર સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ બેંક વેલ્યુવર ચિરાગ ચોક્સી હોવાનું ખુલ્યું છે.પોલીસે ચાર મહિના બાદ ચિરાગ ચોક્સી અને તેની પત્ની અમિષાની ધરપકડ કરી છે. ચિરાગ ચોક્સી મુખ્ય કૌભાંડી આ સોસાયટી સોના, ચાંદીના દાગીના ઉપર જે ધિરાણ કરે તે દાગીનાની ચકાસણી કરવાનું કામ ચિરાગ ચોકસીને સોંપેલ હતું અને તે સોસાયટીના એજન્ટ તરીકે પણ કામ કરતો હતો. જે બાબતે શરતોને આધીન નોટરી પણ કરાઈ હતી. તાજેતરમાં થોડા માસ‌ પહેલા આ સોસાયટીના સભાસદો/ખાતેદારોએ જે દાગીના પર ધીરાણ લીધુ હતું અને એ તમામ તેમજ સોસાયટીના ચેરમેન આમને સામને આવી ગયા હતા. કારણ કે સોસાયટીના ચેરમેને અન્ય વેલ્યુઅર મારફતે ધીરાણ આપેલ દાગીનાની ચકાસણી કરતા ખોટા તેમજ ઓછા વજન વાળા માલૂમ પડયા હતા. 14 લોકો સામે નોંધાઈ ફરિયાદ સોસાયટીના ચેરમેન દ્વારા થયેલી અરજીના તપાસ બાદ ઠાસરા પોલીસે તેમની ફરિયાદના આધારે ભૂર્ગભમાં ઉતરી જનાર વેલ્યુર અને 14 જેટલા સભાસદો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં જણાવાયું છે કે, ચોકસી ચિરાગભાઈ જગદીશભાઈનાઓ ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓ. ક્રેડિટ સોસા. માં સોના ચાંદીના દાગીનાની ચોકસાઈ કરવા કાયદેસરના એજન્ટ તરીકે નિમાયેલ છે. અને ઉમીશા ચિરાગ ચોકસી, દેવાંગ જગદીશભાઈ ચોક્સી, અબ્દુલહુસેન અબ્દુલમુક્તિ કાજી, રાકેશભાઈ સોમાભાઈ પટેલ, સુજીતકુમાર આર. જયસ્વાલ, નરવતસિહ કાભભાઈ પરમાર, જૈમીન અરવિંદભાઈ પટેલ, રણજીત વલ્લભભાઈ ચૌહાણ, નીપાબેન દેવાંગભાઈ ચોકસી, ભારતીબેન જગદીશભાઈ ચોકસી, અજીતભાઈ રમણભાઈ રાઠોડ, કિરણભાઈ મેલાભાઈ બારૈયા, પ્રજ્ઞેશભાઈ પૂનમભાઈ રાણા જે તમામ આ સોસાયટીના સભાસદો છે. પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી હતી સોસાયટી દ્વારા અન્ય વેલ્યુઅરને રોકી વીડીયોગ્રાફી સાથે અલગ અલગ તારીખો દરમિયાન સભાસદોને બોલાવી તેમણે મૂકેલા ગોલ્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઉપરોકત તમામ લોકોના સોના, ચાંદીના દાગીના ખોટા તેમજ ઓછા વજન વાળા હોવાનું સામે આવ્યું હતું. જેનો વેલ્યુએશન રીપોર્ટ આવતા આ ક્રેડીટ સોસાયટી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા જે તે સમયના વેલ્યુઅર ચિરાગ ચોક્સી અને અન્ય જેના ગોલ્ડ ખોટા અથવા વજનમાં ઓછા છે તે ઉપરોક્ત તમામ સામે આજે સોસાયટીના ચેરમેને ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  

Khedaના ઠાસરા વેપારી મંડળ સોસાયટીમાં ઠગાઈ આચરનાર માસ્ટર માઈન્ડ બંટી-બબલી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઠાસરા વેપારી મંડળ સોસાયટીમાં ખોટા દાગીના પર ધિરાણ મેળવવાના મામલે 14 સભાસદો સામે રૂપિયા 1.70 કરોડની છેતરપિંડીને લઈ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.ખોટા દાગીના સાચા બતાવી મંડળીને નુકસાન કરનાર સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ બેંક વેલ્યુવર ચિરાગ ચોક્સી હોવાનું ખુલ્યું છે.પોલીસે ચાર મહિના બાદ ચિરાગ ચોક્સી અને તેની પત્ની અમિષાની ધરપકડ કરી છે.

ચિરાગ ચોક્સી મુખ્ય કૌભાંડી

આ સોસાયટી સોના, ચાંદીના દાગીના ઉપર જે ધિરાણ કરે તે દાગીનાની ચકાસણી કરવાનું કામ ચિરાગ ચોકસીને સોંપેલ હતું અને તે સોસાયટીના એજન્ટ તરીકે પણ કામ કરતો હતો. જે બાબતે શરતોને આધીન નોટરી પણ કરાઈ હતી. તાજેતરમાં થોડા માસ‌ પહેલા આ સોસાયટીના સભાસદો/ખાતેદારોએ જે દાગીના પર ધીરાણ લીધુ હતું અને એ તમામ તેમજ સોસાયટીના ચેરમેન આમને સામને આવી ગયા હતા. કારણ કે સોસાયટીના ચેરમેને અન્ય વેલ્યુઅર મારફતે ધીરાણ આપેલ દાગીનાની ચકાસણી કરતા ખોટા તેમજ ઓછા વજન વાળા માલૂમ પડયા હતા.


14 લોકો સામે નોંધાઈ ફરિયાદ

સોસાયટીના ચેરમેન દ્વારા થયેલી અરજીના તપાસ બાદ ઠાસરા પોલીસે તેમની ફરિયાદના આધારે ભૂર્ગભમાં ઉતરી જનાર વેલ્યુર અને 14 જેટલા સભાસદો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં જણાવાયું છે કે, ચોકસી ચિરાગભાઈ જગદીશભાઈનાઓ ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓ. ક્રેડિટ સોસા. માં સોના ચાંદીના દાગીનાની ચોકસાઈ કરવા કાયદેસરના એજન્ટ તરીકે નિમાયેલ છે. અને ઉમીશા ચિરાગ ચોકસી, દેવાંગ જગદીશભાઈ ચોક્સી, અબ્દુલહુસેન અબ્દુલમુક્તિ કાજી, રાકેશભાઈ સોમાભાઈ પટેલ, સુજીતકુમાર આર. જયસ્વાલ, નરવતસિહ કાભભાઈ પરમાર, જૈમીન અરવિંદભાઈ પટેલ, રણજીત વલ્લભભાઈ ચૌહાણ, નીપાબેન દેવાંગભાઈ ચોકસી, ભારતીબેન જગદીશભાઈ ચોકસી, અજીતભાઈ રમણભાઈ રાઠોડ, કિરણભાઈ મેલાભાઈ બારૈયા, પ્રજ્ઞેશભાઈ પૂનમભાઈ રાણા જે તમામ આ સોસાયટીના સભાસદો છે.

પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરી હતી

સોસાયટી દ્વારા અન્ય વેલ્યુઅરને રોકી વીડીયોગ્રાફી સાથે અલગ અલગ તારીખો દરમિયાન સભાસદોને બોલાવી તેમણે મૂકેલા ગોલ્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઉપરોકત તમામ લોકોના સોના, ચાંદીના દાગીના ખોટા તેમજ ઓછા વજન વાળા હોવાનું સામે આવ્યું હતું. જેનો વેલ્યુએશન રીપોર્ટ આવતા આ ક્રેડીટ સોસાયટી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા જે તે સમયના વેલ્યુઅર ચિરાગ ચોક્સી અને અન્ય જેના ગોલ્ડ ખોટા અથવા વજનમાં ઓછા છે તે ઉપરોક્ત તમામ સામે આજે સોસાયટીના ચેરમેને ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.