Kevadiya: કેવડિયા કોલોની ખાતે માગ ન સ્વીકારાતા ટાવર પર ચઢી ગયાં

આજે વહેલી સવારે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે બીએસએનએલનું ટાવર છે ત્યાં બે નર્મદા અસરગ્રસ્ત લોકો પડતર માગોને મુદ્દે ટાવર ઉપર ચઢી ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ભૂતકાળમાં પણ કેવડિયા ખાતે બેથી ત્રણ આવી ઘટના બની છે. જેમાંથી સ્થાનિકો ટાવર પર ચઢી ગયા હોય ત્યારે આજે ટાવર પર જે ચઢી ગયા હતા. તે મહિલા અને પુરુષ હતા. અને આ પ્રથમ ઘટના હતી કે, બે વ્યક્તિ ટાવર પર ચઢી જતાં પોલીસ અને તંત્ર દોડતું થયું હતું. અને માઈક દ્વારા તેઓને પૂછપરછ કરાઇ ત્યારે ખબર પડી હતી કે, આ સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો છે. તેઓની વર્ષો જૂની માંગો સ્વીકારવામાં ન આવતા તેઓ ટાવર પર ચઢી ગયા હતા. ત્યારે તેઓ વહેલી સવારે ટાવર પાસે ગયા હતા. અને તેઓને મનાવવા માટે અનેક પ્રયાસો કરાયા બાદ આખરે 7 કલાકની મહેનત બાદ તેઓને ટાવર પરથી ઉતારવામાં તંત્ર સફ્ળ થયું હતું. તંત્રને મહિલા અને પુરુષને ટાવર પરથી નીચે ઉતારતા પરસેવો વળી ગયો હતો. કેવડિયા ટાઉનના પોલીસ ડીવાયએસપી તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી અને પ્રાંત અધિકારી નર્મદા પણ અહીંયા આવ્યા હતા. અને તમામે ભારે મહેનત કરી હતી. બંનેને આખરે ટાવર પરથી નીચે ઉતર્યા હતા. વાગડીયા ગામની એક મહિલા બબીતા તડવી ટાવર ઉપર ચઢી હતી. તેનો આક્ષેપ છે કે, અમારી જમીનો મારા પિતાની સંમતિ વગર સરકારે જમીન લઈ લીધી છે. એમને કોઈ વળતર મળ્યું નથી. મહિલાના પતિના જણાવ્યા મુજબ અમોને કાગળ આપવામાં આવ્યા છે. પરંતુ અમને હજુ સંતોષ નથી. જ્યારે અમારી આદિવાસીઓની જમીનો સરકારે લઈ લીધી છે. તે યોગ્ય નથી.

Kevadiya: કેવડિયા કોલોની ખાતે માગ ન સ્વીકારાતા ટાવર પર ચઢી ગયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે વહેલી સવારે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે બીએસએનએલનું ટાવર છે ત્યાં બે નર્મદા અસરગ્રસ્ત લોકો પડતર માગોને મુદ્દે ટાવર ઉપર ચઢી ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

 ભૂતકાળમાં પણ કેવડિયા ખાતે બેથી ત્રણ આવી ઘટના બની છે. જેમાંથી સ્થાનિકો ટાવર પર ચઢી ગયા હોય ત્યારે આજે ટાવર પર જે ચઢી ગયા હતા. તે મહિલા અને પુરુષ હતા. અને આ પ્રથમ ઘટના હતી કે, બે વ્યક્તિ ટાવર પર ચઢી જતાં પોલીસ અને તંત્ર દોડતું થયું હતું. અને માઈક દ્વારા તેઓને પૂછપરછ કરાઇ ત્યારે ખબર પડી હતી કે, આ સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો છે. તેઓની વર્ષો જૂની માંગો સ્વીકારવામાં ન આવતા તેઓ ટાવર પર ચઢી ગયા હતા. ત્યારે તેઓ વહેલી સવારે ટાવર પાસે ગયા હતા. અને તેઓને મનાવવા માટે અનેક પ્રયાસો કરાયા બાદ આખરે 7 કલાકની મહેનત બાદ તેઓને ટાવર પરથી ઉતારવામાં તંત્ર સફ્ળ થયું હતું. તંત્રને મહિલા અને પુરુષને ટાવર પરથી નીચે ઉતારતા પરસેવો વળી ગયો હતો. કેવડિયા ટાઉનના પોલીસ ડીવાયએસપી તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી અને પ્રાંત અધિકારી નર્મદા પણ અહીંયા આવ્યા હતા. અને તમામે ભારે મહેનત કરી હતી.

બંનેને આખરે ટાવર પરથી નીચે ઉતર્યા હતા. વાગડીયા ગામની એક મહિલા બબીતા તડવી ટાવર ઉપર ચઢી હતી. તેનો આક્ષેપ છે કે, અમારી જમીનો મારા પિતાની સંમતિ વગર સરકારે જમીન લઈ લીધી છે. એમને કોઈ વળતર મળ્યું નથી. મહિલાના પતિના જણાવ્યા મુજબ અમોને કાગળ આપવામાં આવ્યા છે. પરંતુ અમને હજુ સંતોષ નથી. જ્યારે અમારી આદિવાસીઓની જમીનો સરકારે લઈ લીધી છે. તે યોગ્ય નથી.