Kathlal: તળાવ ઓવરફ્લો થતા ખેતરો પાણી જ પાણી

Jul 31, 2025 - 06:00
Kathlal: તળાવ ઓવરફ્લો થતા ખેતરો પાણી જ પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કઠલાલ તાલુકાના છીપિયાલ સમડીયા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે.હાલમાં કઠલાલ પંથકમાં પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો.આ વરસાદના કારણે તળાવની આસપાસના વિસ્તારો દેતરજી ની મુવાડી, સમડીયા તલાવ,ભારુંજી નો કુવો, ભિખાવાળો કુવો સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે.વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને સ્થાનિકોને અવરજવર સહિત અનેક કામોમાં તેમજ અવર જવર કરવામાં તકલીફ્ અને મુશ્કેલી ભોગવી પડે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કે રસ્તો ન હોવાના કારણે ભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન થઈ જાય છે.આ વર્ષે પણ હાલમાં પડેલ વરસાદના કારણે આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે પરંતુ હવે જોવું રહ્યું છે તંત્ર દ્વારા આ વરસાદી પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ કરવામાં આવે છે કે કેમ?? હાલ તો સ્થાનિકો અહીં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તેમ ઈચ્છી રહ્યા છે. સમગ્ર મામલે કઠલાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ રાયસિંહ ડાભી એ જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદી પાણી અહીંના વિસ્તારમાં ભરાય છે અને તકલીફ્ થાય છે.આ બાબતે તેઓએ કઠલાલ તાલુકા ઓફ્સિરને જાણ કરતા તાલુકા ઓફ્સિરે સ્થળની મુલાકાત લીધી હતી અને આ પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0