Kartik Patel કોણ છે જાણો તેની સમગ્ર કુંડળી એક કલિક પર

ખ્યાતિ કાંડનો ડાયરેકટર કાર્તિક પટેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે,ત્યારે કાર્તિક પટેલ છેલ્લા બે મહિનાથી ફરાર હતો અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે,ત્યારે કાર્તિક પટેલની ધરપકડ બાદ હવે મોટા ખુલાસા થઈ શકે છે,સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા મોડી રાત સુધી ઠંડીમાં અમદાવાદ એરપોર્ટ પર બેસીને કાર્તિક પટેલની રાહ જોતી હતી અને EXCLUSIVE ફોટો અને વીડિયો ફકત અત્યાર સુધી સંદેશની ટીમ સાથે જ છે. જાણો કોણ છે કાર્તિક પટેલ કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો,કાર્તિક પટેલ પહેલેથી કૌંભાડ કરતો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો,મહત્વની વાત તો એ છે કે,કાર્તિક પટેલ માર્કેટીંગની ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો. કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રિલિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી ન્યૂઝીલેન્ડ અને દુબઈ ભાગી ગયો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,મહત્વનું છે કે કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતો હતો તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે,કાર્તિક પટેલ પાસે કોઈ અન્ય વિકલ્પ હતો નહી અને આખરે તેને ભારત આવવું પડે તેવી સ્થિતિ હતી જેથી તે ભારત આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી દેવામાં આવી છે.કાર્તિક પટેલની ધરપકડ થઈ છે એટલે હવે મોટા ખુલાસાઓ થશે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી પણ આપશે. કાર્તિક પટેલે સોસાયટીના પ્લોટ ગેરકાયદેસર રીતે વેચાણ કર્યા છે કાર્તિક પટેલે પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદે રીતે વેચવામાં આવ્યા હતા સાથે સાથે કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી હતી તો વર્ષ 2018-2019ના ઓડિટ રિપોર્ટમાં કાર્તિક પટેલના નામે 4.09 કરોડની લોન પણ હોવાની વાત સામે આવી છે,વર્ષ 2019-2020ના ઓડિટ રિપોર્ટમાં 50 લાખની ખોટ બતાવવામાં આવી હતી,સોસાયટીના જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી છે.મૂળ મંડળીનો સભ્ય ન હોવા છતા કાર્તિક પટેલે લોન લીધી હતી અને ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારે તપાસના પણ આદેશ આપ્યા હતા તો યોગ્ય તપાસ ન થતાં સોસાયટીના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમામ સ્ટાફને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો હતો ઉદ્દેશ હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હતો. ચેરમેન, ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો. ખ્યાતી હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહાર લઈને આર્થિક વ્યવહારમાં ગુનાહીત કાવતરાનો મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ છે. કાર્તિક પટેલ સામે નાણાકીય વ્યવહારના દસ્તાવજ જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને વિનંતી પણ કરી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ કરતો હતો. આ સાથે જ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ક્રાઈમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે. આ સાથે જ 7 સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ 183 મુજબ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી હતી.

Kartik Patel કોણ છે જાણો તેની સમગ્ર કુંડળી એક કલિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ કાંડનો ડાયરેકટર કાર્તિક પટેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે,ત્યારે કાર્તિક પટેલ છેલ્લા બે મહિનાથી ફરાર હતો અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે,ત્યારે કાર્તિક પટેલની ધરપકડ બાદ હવે મોટા ખુલાસા થઈ શકે છે,સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા મોડી રાત સુધી ઠંડીમાં અમદાવાદ એરપોર્ટ પર બેસીને કાર્તિક પટેલની રાહ જોતી હતી અને EXCLUSIVE ફોટો અને વીડિયો ફકત અત્યાર સુધી સંદેશની ટીમ સાથે જ છે.

જાણો કોણ છે કાર્તિક પટેલ

કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે અને તે હોસ્પિટલમાં ડિરેકટર પદે હતો,કાર્તિક પટેલ પહેલેથી કૌંભાડ કરતો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,આ સમગ્ર કેસમાં હવે કોઈ આરોપીઓને ઝડપવાના બાકી નથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,જયારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હતો,મહત્વની વાત તો એ છે કે,કાર્તિક પટેલ માર્કેટીંગની ટીમ સાથે મળીને નક્કી કરતો હતો કે કયાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને કયાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો.

કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો

કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રિલિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી ન્યૂઝીલેન્ડ અને દુબઈ ભાગી ગયો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે,મહત્વનું છે કે કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતો હતો તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે,કાર્તિક પટેલ પાસે કોઈ અન્ય વિકલ્પ હતો નહી અને આખરે તેને ભારત આવવું પડે તેવી સ્થિતિ હતી જેથી તે ભારત આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી દેવામાં આવી છે.કાર્તિક પટેલની ધરપકડ થઈ છે એટલે હવે મોટા ખુલાસાઓ થશે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી પણ આપશે.

કાર્તિક પટેલે સોસાયટીના પ્લોટ ગેરકાયદેસર રીતે વેચાણ કર્યા છે

કાર્તિક પટેલે પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદે રીતે વેચવામાં આવ્યા હતા સાથે સાથે કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી હતી તો વર્ષ 2018-2019ના ઓડિટ રિપોર્ટમાં કાર્તિક પટેલના નામે 4.09 કરોડની લોન પણ હોવાની વાત સામે આવી છે,વર્ષ 2019-2020ના ઓડિટ રિપોર્ટમાં 50 લાખની ખોટ બતાવવામાં આવી હતી,સોસાયટીના જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી છે.મૂળ મંડળીનો સભ્ય ન હોવા છતા કાર્તિક પટેલે લોન લીધી હતી અને ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારે તપાસના પણ આદેશ આપ્યા હતા તો યોગ્ય તપાસ ન થતાં સોસાયટીના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તમામ સ્ટાફને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો હતો ઉદ્દેશ

હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હતો. ચેરમેન, ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો. ખ્યાતી હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહાર લઈને આર્થિક વ્યવહારમાં ગુનાહીત કાવતરાનો મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ છે. કાર્તિક પટેલ સામે નાણાકીય વ્યવહારના દસ્તાવજ જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને વિનંતી પણ કરી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ કરતો હતો. આ સાથે જ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ક્રાઈમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે. આ સાથે જ 7 સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ 183 મુજબ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી હતી.