Kalolના ઘેઘુ ગામે 20 વર્ષીય હાર્દિક ઠાકોરની ઘાતકી હત્યા, અંગત અદાવતમાં લોહી રેડાયું હોવાની આશંકા

Jul 11, 2026 - 23:00
Kalolના ઘેઘુ ગામે 20 વર્ષીય હાર્દિક ઠાકોરની ઘાતકી હત્યા, અંગત અદાવતમાં લોહી રેડાયું હોવાની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ઘેઘુ ગામમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક અત્યંત સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. ઘેઘુ ગામની સીમમાં એક 20 વર્ષીય આશાસ્પદ યુવકની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો છે. ચાલુ દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને ગ્રામજનોમાં ભારે ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.

મૃતકની ઓળખ હાર્દિક ઠાકોર તરીકે થઈ

પોલીસની પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કરુણ ઘટનામાં મોતને ભેટેલા મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય હાર્દિક ઠાકોર તરીકે થઈ છે. હાર્દિકની હત્યા કયા ચોક્કસ કારણોસર કરવામાં આવી છે તેનું સત્તાવાર કારણ હજી સુધી અકબંધ છે. પરંતુ પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ લોહિયાળ ખેલ પાછળ કોઈ જૂની અંગત અદાવત અથવા કૌટુંબિક ઝઘડો જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો

આ ચકચારી હત્યાના બનાવની જાણ વાયુવેગે પ્રસરતાં જ કલોલ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું પંચનામું કરીને હાર્દિકના મૃતદેહને કાયદેસરના પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે આ મામલે મર્ડરનો ગુનો નોંધી, શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર થઈ ગયેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0