Kalolના ગોલથરા ગામે નવતર પ્રથા, દારૂ પીનારા અને વેચનારાઓને આકરો દંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામના લોકોએ સમાજમાં દારૂબંધી અને સુધારણા લાવવા માટે નવા વર્ષના દિવસે એકત્રિત થઈને એક નવી અને કડક પ્રથા લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગામના તમામ લોકોની સહમતિથી નશો કરતા અને નશાનો વેપાર કરતા લોકો માટે આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ નવો નિર્ણય ગામમાં શાંતિ, વ્યવસ્થા અને સામાજિક સ્વાસ્થ્ય જાળવવાના ઉદ્દેશ્યથી લેવાયો છે.
માતાજીની ટેક રાખીને ઠરાવ પસાર કર્યો
દિવાળીના ગરબા પૂરા થયા બાદ માતાજીની ટેક રાખીને ગ્રામજનોએ આ ઠરાવ પસાર કર્યો હતો. ગોલથરા ગામ દ્વારા લેવાયેલા આ કડક નિર્ણય મુજબ દારૂ અને નશાખોરી સાથે સંકળાયેલા લોકોને નીચે મુજબનો દંડ ફટકારવામાં આવશે. દારૂનો નશો કરતા પકડાયેલા લોકો- જો કોઈ વ્યક્તિ દારૂનો નશો કરતાં પકડાશે તો તેને રૂપિયા 50,000નો દંડ કરવામાં આવશે. દેશી દારૂનો વેપાર કરનારા- ગામમાં જે લોકો દેશી દારૂનો વેપાર કરશે તેમને રૂપિયા 1,00,000નો મોટો દંડ ફટકારવામાં આવશે.
સુલેહ-શાંતિ જાળવવા માટે મહત્વનો નિર્ણય
આ ઉપરાંત ગામમાં સુલેહ-શાંતિ જાળવવા માટે અન્ય એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ગ્રામજનોના ઠરાવ મુજબ હવે ગામમાં કોઈપણ વ્યક્તિ અણૂંજા (અયોગ્ય) સમયે કરિયાણાની દુકાન ચાલુ નહીં રાખી શકે. ગોલથરા ગામની આ પહેલ ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં તેનું સખતપણે પાલન કરાવવા અને ગ્રામ્ય સ્તરે સમાજ સુધારણા લાવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ગ્રામજનોના આ સંયુક્ત નિર્ણયથી ગામમાં સ્વચ્છ વાતાવરણનું નિર્માણ થશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

