Kadi-Visavdar Bypoll 2025 : કડી-વિસાવદરની વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મતદાન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકાશે, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા અને આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા છે, 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે.
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન શરૂ
કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ મતદાન શરૂ થયું છે, કડી વિધાનસભા બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળ્યો છે, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મેદાનમાં છે અને કોંગ્રેસના રમેશ ચાવડા પણ મેદાનમાં છે, AAPના ઉમેદવાર જગદીશ ચાવડા છે, કડીમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત 8 ઉમેદવારો મેદાનમાં છે, 2,89,927 જેટલા મતદારો કરશે મતદાન અને કડી શહેર, તાલુકાના 110 ગામ કરશે મતદાન, જોટાણાના 10 ગામના મતદાર કરશે મતદાન.
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન શરૂ
વિસાવદરમાં પણ વહેલી સવારથી મતદારોમાં અનોખો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, વિસાવદરમાં 294 મતદાન મથકો ઉપર વોટિંગ શરૂ થયું છે, જેમાં 134613 પુરુષ મતદારો, 125493 સ્ત્રી મતદારો, 04 અન્ય એમ કુલ મળીને 261110 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અને 1884 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. સમગ્ર મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
What's Your Reaction?






