Kadi: કંપનીમાં કામ કરતી વખતે યુવકના ગુદાના ભાગે એર પ્રેશર પાઇપ મૂકી હવા ભરી દીધી, યુવક ગંભીર રીતે ઘાયલ

Sep 23, 2026 - 19:30
Kadi: કંપનીમાં કામ કરતી વખતે યુવકના ગુદાના ભાગે એર પ્રેશર પાઇપ મૂકી હવા ભરી દીધી, યુવક ગંભીર રીતે ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કરણનગર ફાટક પાસે આવેલી 'એડ્રપ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં વહેલી સવારે કામ દરમિયાન એક અતિ શરમજનક અને જીવલેણ ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં સાથે કામ કરતા વર્કરો વચ્ચે ચાલી રહેલી મજાક-મસ્તી અચાનક વિકૃત સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. જેમાં ચંદનકુમાર દંતાણી નામના યુવક સાથે તેના જ બે સાથી વર્કરોએ ક્રૂર મજાક કરી હતી.

કડીમાં ફેક્ટરીમાં કામ દરમિયાન મજાક બન્યો જીવલેણ

મળતી વિગતો મુજબ, મોહિતસિંગ અને વિકાસકુમાર નામના બે મિત્રોએ કામ કરતી વખતે ચંદનકુમાર દંતાણીના ગુદાના ભાગે હાઇ પ્રેશર એર પાઇપ લગાવી દીધી હતી અને હવા ચાલુ કરી દીધી હતી. પેટમાં અચાનક ભારે દબાણ સાથે હવા ભરાઈ જતાં યુવકના આંતરિક અંગો અને આંતરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવક સ્થળ પર જ તરફડિયા મારવા લાગતાં અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. તબિયત અત્યંત નાજુક બનતાં તેને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

એર પ્રેશર પાઇપથી હવા ભરી દેતાં યુવકના આંતરડા ફાટી ગયા

આ મામલે કડી પોલીસ મથકમાં પીડિત યુવકના પરિજનો અને કંપની સત્તાધીશોની જાણના આધારે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ બંને આરોપીઓ મોહિતસિંગ અને વિકાસકુમાર (બંને રહે. ઉત્તર પ્રદેશ) ફેક્ટરીમાંથી ફરાર થઈ ગયા છે અને પોતાના વતન યુપી તરફ ભાગી ગયા હોવાની માહિતી મળી છે. કડી પોલીસે બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ગણેશ વિસર્જન માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્તનું આયોજન; 25 સપ્ટેમ્બરે 90 હજારથી વધુ પ્રતિમાઓનું થશે વિસર્જન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0