Kachchh: માંડવીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ બન્યા નદી

Jun 30, 2025 - 17:30
Kachchh: માંડવીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ બન્યા નદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના માંડવી શહેર સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જામ્યો છે. ગઢસીસામાં ભારે વરસાદથી બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. માંડવી શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કોડાય, તલવાળા, ગઢસીસા, કાઠડા, લાયજા, ગુડિયાળી,આઝાદચોક, ભીડ, લાકડાબજારમાં પાણી ભરાયા છે.

માંડવી શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ 

માંડવીમાં ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત અત્યાર સુધી 32.73 ટકા વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી છે, સૌથી વધુ વરસાદ દ.ગુજરાતમાં 35.75 ટકા નોંધાયો છે અને પૂર્વ મધ્યઝોનમાં 34.66 ટકા વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79 ટકા વરસાદ નોંધાયો છે અને કચ્છમાં 29.45 ટકા, ઉ.ગુજરાતમાં 24.77 ટકા વરસાદ નોંધાયો છે.

બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0