Kachchh News: રક્ષા મંત્રી રાજનાથસિંહે ભુજમાં જવાનો સાથે દશેરાની ઉજવણી કરી, રાવણદહન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભુજ પહોંચ્યા હતાં. ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મિલિટરી સ્ટેશનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ભુજમાં જવાનો સાથે દશેરાની ઉજવણી કરી હતી. તેમણે રાવણ દહન પણ કર્યુ હતું. રક્ષા મંત્રીએ જવાનો સાથે ભોજન લીધું હતું. ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનાર જવાનોનું સન્માન કર્યું હતું.
રક્ષામંત્રીએ જવાનો સાથે ભોજન લીધું
રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, કચ્છ અને ભુજની ધરતી સાહસની એક ગાથા છે. આજે દેશની સામે સાઈબર અને ડ્રોન એટેક સહિત આતંકવાદ જેવા પડકારો છે. યુદ્ધ જીતવા માટે મનોબળ અને અનુશાસન જરૂરી છે. દેશની સીમાઓએ હંમેશા સૈનિકોની બહાદૂરી જોઈ છે. આ પડકાર સામે લડવા હથિયાર એક માત્ર ઉપાય નથી.જવાનોને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે. યુદ્ધ માત્ર હથિયારથી નથી લડાતા.
સેનાની ત્રણેય પાંખના જવાનોને મળી ઉત્સાહ વધાર્યો
રક્ષામંત્રી રાજનાથ સિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં. તેમણે સૈન્યના જવાનો સાથે ભોજન લીધું હતું. જવાનોના ખભે હાથ મુકીને તેમની બહાદૂરીને સલામ કરી હતી. તેમણે સેનાની ત્રણેય પાંખના જવાનોને મળીને ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમ બાદ તેઓ સેનાની ત્રણેય પાંખના જવાનો સાથે બેઠક કરી હતી.
What's Your Reaction?






