Kachchh News: મુન્દ્રા બંદરેથી 500 કરોડની કિંમતનું 115 કિલો કોકેઇન ઝડપાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.(SOG) પોલીસને સંયુક્ત ઓપરેશનમાં એક બહુ મોટી સફળતા મળી છે.કચ્છના મહત્વના ગણાતા મુન્દ્રા બંદર પરથી કરોડો રૂપિયાની કિંમતનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.દરિયાઈ માર્ગે થઈ રહેલી આ ગેરકાયદેસર હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓએ આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું.
અંદાજે 115 કિલોગ્રામ જેટલું કોકેઇન જપ્ત કરાયું
સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ જહાજને ખુલ્લા દરિયામાંથી આંતરીને તપાસ અર્થે મુન્દ્રા પોર્ટ ઉપર લાવવામાં આવ્યું હતું.આ વિદેશી શિપની સઘન તલાશી લેતા તેમાંથી માદક પદાર્થ કોકેઇનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર,શિપમાંથી અંદાજે 115 કિલોગ્રામ જેટલું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 500 કરોડ જેટલી થાય છે.
સુરક્ષા એજન્સીઓએ કડક મોનિટરિંગ શરૂ કરી દીધું
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના જોડાણો શોધવા માટે પોલીસે ઘટનાસ્થળેથી એક મુખ્ય આરોપીની પણ અટકાયત કરી છે.પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ભારતમાં તેને કયા સ્થળે સપ્લાય કરવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આટલી મોટી માત્રામાં કોકેઇન પકડાતા રાજ્યના તમામ બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ કડક મોનિટરિંગ શરૂ કરી દીધું છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

