Kachchh News: પૂર્વ ઝોનમાં 10 સબસ્ટેશનમાં ઓવર લોડીંગના કારણે નવા જોડાણો અપાતા નથી

Jul 10, 2025 - 15:00
Kachchh News: પૂર્વ ઝોનમાં 10 સબસ્ટેશનમાં ઓવર લોડીંગના કારણે નવા જોડાણો અપાતા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ)દ્વારા ગુજરાતના ઊર્જા મંત્રી અને અધિકારીઓને મળીને કચ્છના પૂર્વ વિસ્તારમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગને કારણે નવા HT/EHT કનેક્શનની ના પાડવામાં આવતી હોવાની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી. ફોકિઆએ ઉર્જામંત્રી સામે દલીલ કરી છે કે ગેટકોનું આ વલણ ટેકનિકલ અને વ્યાપારી રીતે ન્યાયી નથી. કારણ કે ગેટકો HT/EHT ગ્રાહકો પાસેથી પ્રો-રાટા ચાર્જીસ વસૂલ કરે છે. ધોરણો અનુસાર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જવાબદારી અરજદારની નહીં પણ ગેટકોની છે. PGVCLએ આ મુદ્દે ગેટકોને ચિંતા વ્યક્ત કરી છે. નીચેના 66 KV સબસ્ટેશનોમાં ફિઝિબિલિટી નકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ વિસ્તારમાં સતત મોટા રોકાણો આવી રહ્યા છે

ફોકિઆના આગેવાનોએ ઊર્જા મંત્રીને રૂબરૂ રજૂઆત દરમ્યાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગિક વિકાસ લક્ષી નીતિઓ, બે મુખ્ય બંદરોનો વ્યૂહાત્મક લાભ, વિશાળ જમીનની ઉપલબ્ધતા અને લગભગ 20 હજાર મેગાવોટની થર્મલ અને રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતાને કારણે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઇ રહ્યો છે.હાલમાં લગભગ રૂપિયા 1 લાખ 70 હજાર કરોડ જેટલું રોકાણ કાર્યરત છે.ત્યારે પૂર્વ કચ્છમાં ખાસ કરીને અંજાર વિસ્તારમાં હાલના અને આગામી ઔદ્યોગિક એકમોને નવા HT/EHT કનેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આવકની સંભાવના પર પણ અસર પડી શકે છે

ગેટકોના ટ્રાન્સમિશન ડિવિઝનના ફિઝિબિલિટી રિપોર્ટ્સમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગનું કારણ આપીને નવા/વધારાના લોડ કનેક્શનની ના પાડવામાં આવી રહી છે. ફોકિઆના સભ્ય ઉદ્યોગો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. ફોકિઆએ ઊર્જા મંત્રીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને ટ્રાન્સમિશન નેટવર્કના અપગ્રેડેશન તેમજ ક્ષમતા વધારવાની યોજના બનાવવા વિનંતી કરી હતી. આ સમસ્યાને કારણે માત્ર વિસ્તારનો વિકાસ જ નહીં પરંતુ PGVCL, GETCO અને એકંદરે અર્થતંત્રની આવકની સંભાવના પર પણ અસર પડી શકે છે.

કુલ જમીનના 20 ટકા જેટલી લીઝ માટે રજૂઆત

ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ જણાવ્યું કે, "આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી હોતા મંત્રી પાસે રૂબરૂ રજૂઆત કરી હતી.ફોકિઆ પ્રતિનિધિ મંડળએ પુનઃપ્રાપ્ય ઉર્જાના ડેવલોપર્સ દ્વારા લીઝ પર લેવાયેલી પ્રાઇવેટ જમીન ઉપરાંત પ્રોજેક્ટ ની વચ્ચે આવતી સરકારી જમીન, કુલ જમીનના 20 ટકા જેટલી લીઝ પર આપવા માટે રજૂઆત કરી હતી.નવા ઔદ્યોગિક એકમો અને વિસ્તરણ કરતા ઔદ્યોગિક એકમોને ઈલેક્ટ્રિસિટી ડ્યુટી માફી વખતે PGVCL દ્વારા કરવામાં આવતી ગણતરીની પદ્ધતિ ખામી પૂર્વક હોવાનું જણાવી સાચી પદ્ધતિનો અમલ કરવા રજૂઆત કરી હતી.પ્રતિનિધિ મંડળે ઉદ્યોગોને જાહેર કરાયેલા સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીના ઓફ-પીક સમય દરમ્યાન પ્રતિ યુનિટ 60 પૈસા ડિસ્કાઉન્ટનો લાભ એપ્રિલથી જૂન મહિના ના બિલીંગ દરમ્યાન અપાયો નહીં હોવાથી એ એપ્રિલ મહિનાથી અમલમાં આવે તે રીતે હવેના બીલોમાં લાભ આપવા રજૂઆત કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0