Kachchh News: ગાંધીધામમાં ભારે વરસાદ અને પવનને કારણે રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રખાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. ગરબાના મેદાનમાં પણ પાણી ભરાઈ જતાં ખેલૈયાઓની મજા બગડી હતી. હવે ભારે વરસાદ અને પવનને કારણે ગાંધીધામમાં રાવણદહનનો કાર્યક્રમ મોકૂફ રાખવા ગામના અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદને કારણે પાણી ભરાઈ જતાં નિર્ણય લેવામાં આવ્યો છે.
વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર કાર્યક્રમ રદ
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છ જિલ્લામાં આ વખતે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં ભુજ, રાપર, સામખિયાળી અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગાડી છે. હવે ગાંધીધામમાં જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ગામના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાપર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં
કચ્છના રાપર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે. સામખિયાળી સહિત કાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સામખિયાળીના જંગી, વાંઢીયા, લાલિયાણા અને લાકડીયા સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ભુજ, ગાંધીધામ અને રાપર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. સતત ત્રણ દિવસથી ખાબકી રહેલા વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
What's Your Reaction?






