Kachchh News : ગાંધીધામમાં ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ગૌરવ પટેલને પોલીસે ઝડપી પાડ્યો

Sep 1, 2026 - 12:30
Kachchh News : ગાંધીધામમાં ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ગૌરવ પટેલને પોલીસે ઝડપી પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ગાંધીધામ શહેરના સોનલનગર વિસ્તારમાં યુવતીની લાશ મળવાના બનાવમાં પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 20 ઓગસ્ટે સવારે 10 વાગ્યાના અરસામાં આ ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ભારતનગર મધ્યે સોનલનગરમાં રહેતી મિનાક્ષીબેન લાલસિંગ પરિહારનો રૂમમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં મિનાક્ષીબેનનું ગળું દબાવી હત્યા નિપજાવી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

મિનાક્ષી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી

ગાંધીધામ શહેરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી મિનાક્ષી મુળ મધ્યપ્રદેશની હતી. તેના શંકાસ્પદ મોત બાદ તેના પિતા લાલસિંહે ગૌરવ નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. આ કેસની તપાસમાં પોલીસે મધ્યપ્રદેશથી ગૌરવ પટેલને પકડ્યો હતો. તેણે મિનાક્ષીને ચારિત્ર્ય પર શંકા રાખીને ગળુ દબાવી ઈજા પહોંચાડી હત્યા કરી હતી. ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો.આ ગંભીર મામલામાં પોલીસે મધ્યપ્રદેશના મગરકઠા ખાતે રહેતા ગૌરવ નામના શખ્સ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારી હતી.

પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપ્યો હતો

આ દરમ્યાન આરોપી મધ્યપ્રદેશ રવાના થઈ ગયો હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસની ટીમ આરોપીના રહેણાંક સ્થળે દોડી ગઈ હતી, ત્યારબાદ આરોપી ગૌરવ ખ્યાલસિંહ પટલે મૂળ, ગામ મગરકઠા, મધ્યપ્રદેશ હાલે રહે, સોનલનગર, ઝૂંપડા, ભારતનગરને મધ્યપ્રદેશ રાજ્યમાંથી પકડી પાડયો હતો.પોલીસ દ્વારા આરોપીની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પ્રેમિકા મિનાક્ષીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પટ્ટા વડે ગળું દબાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને હત્યા નિપજાવી નાખી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News : અધૂરો બ્રિજ અને પૂરો દેખાડો, અમદાવાદ મનપાની ‘ગજબ’ કારીગરી, બ્રિજનું કામ બાકી છતાં કલરકામ ચાલુ!



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0