Kachchh News: "અમને ભણવું છે અમને શિક્ષક આપો" તેવા સુત્રોચાર સાથે વિદ્યાર્થીઓનો વિરોધ

Jul 26, 2025 - 17:30
Kachchh News: "અમને ભણવું છે અમને શિક્ષક આપો" તેવા સુત્રોચાર સાથે વિદ્યાર્થીઓનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં શિક્ષકોની ઘટને લઈ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. વિદ્યાર્થીઓના ભણતરથી તેમના જીવન ઘડતરની વાત હોયને તેમને ભણાવવા માટે શિક્ષક ન મળે તો તે બાળકો આગળ કેવી રીતે વધશે. મુન્દ્રા તાલુકના ગુદાંલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળામાં શિક્ષકોની ઘટ બાબતે વિરોધ દર્શાવ્યો છે. વિધાર્થીઓ અને વાલીઓ સાથે મળીને સુત્રોચાર કરી વિરોધ કરી રહ્યા છે. પરંતુ શિક્ષણ તંત્ર જાણે ઉંઘમાં હોય તેમ લાગી રહ્યું છે.

ભરતીની જાહેરાત કર્યા બાદ ભરતી કેમ નહીં?

કચ્છના બીજા ગામો પણ આ વિરોધમાં જોડાયા છે. બરાયા ગામમાં વિધાર્થીઓ તો આંખો પર પાટા બાંધી વિરોધ નોંધાવ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે, "અમને ભણવું છે અમને શિક્ષક આપો" તેવા સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા છે. બરાયા ગામમાં વિધાર્થીઓએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. કચ્છ જિલ્લામાં 4700 જેટલા શિક્ષકોની ઘટ વરતાઈ રહી છે. સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત કર્યા બાદ પણ ભરતી કરી નથી. કચ્છ જિલ્લા માટે અલગથી શિક્ષકોની ભરતી પાડી ફોર્મ તો લઈ લેવામાં આવ્યા છે પરંતુ કયા કારણો સર ભરતીમાં વિલંબ કરી રહ્યા છે તે સમજાતું નથી.

કચ્છમાં શિક્ષકોની ઘટને લઈ ઠેર ઠેર થઈ રહ્યો છે વિરોધ

કચ્છ જિલ્લામાં મુન્દ્રાના હટડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ હાથમાં બેનર અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવો હતો. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી હતી. કચ્છના અનેક ગામોમાં વહેલામાં વહેલી તકે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી સતત માંગ ઉઠી રહી છે ત્યારે સરકાર ઝડપથી ભરતી પ્રક્રિયા હાથ ધરે તો આ મામલો શાંત પડે તેમ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0