Junagadhના કેશોદના શેરગઢમાં એક કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકયો,સર્જાઈ તારાજી

નદીમાં પૂર આવતા પુલમાં પડયા ગાબડા સ્મશાન અને ખેતરોની સુરક્ષા દિવાલ થઈ ધરાશાયી નિચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ધમાકેદાર બેટીંગ કરી રહ્યોં છે.ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલ શેરગઢમાં છેલ્લા એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે.સ્માશાન અને ખેતરોની દિવાલો પણ તૂટી ગઈ છે એટલો ભારે વરસાદ વરસ્યો છે,ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા કોઈ સવલત પૂરી પાડવામાં આવતી નથી અને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. જુનાગઢ, દ્વારકા, પોરબંદરમાં પાણી પાણી સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ, તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો. તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે. વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે. અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી છે. ગતરાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો છે. જેમાં રાયપુર, કાંકરિયા, મણીનગર,ખોખરા સહિત વરસાદી છાટા પડ્યા છે. તેમજ વસ્ત્રાપુર, પાંજરાપોળ, આબાવડી, પંચવટી સહિત સામાન્ય વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું 8થી11સુધીનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે અમરેલી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તેમજ ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. તેમજ કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

Junagadhના કેશોદના શેરગઢમાં એક કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકયો,સર્જાઈ તારાજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નદીમાં પૂર આવતા પુલમાં પડયા ગાબડા
  • સ્મશાન અને ખેતરોની સુરક્ષા દિવાલ થઈ ધરાશાયી
  • નિચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી

જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ધમાકેદાર બેટીંગ કરી રહ્યોં છે.ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલ શેરગઢમાં છેલ્લા એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે.સ્માશાન અને ખેતરોની દિવાલો પણ તૂટી ગઈ છે એટલો ભારે વરસાદ વરસ્યો છે,ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા કોઈ સવલત પૂરી પાડવામાં આવતી નથી અને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે.

જુનાગઢ, દ્વારકા, પોરબંદરમાં પાણી પાણી

સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ, તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો. તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે.


વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.

અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી

અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી છે. ગતરાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ આવ્યો છે. જેમાં રાયપુર, કાંકરિયા, મણીનગર,ખોખરા સહિત વરસાદી છાટા પડ્યા છે. તેમજ વસ્ત્રાપુર, પાંજરાપોળ, આબાવડી, પંચવટી સહિત સામાન્ય વરસાદ આવ્યો છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું 8થી11સુધીનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. વીજળીના કડાકા સાથે 41-61 કિમી/કલાકની પવનની ઝડપ સાથે વરસાદની આગાહી છે.

ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે

અમરેલી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તેમજ ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. તેમજ કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે.