Junagadh : ભારે વાહનોની અવરજવરને કારણે રસ્તાઓ અતિશય બિસ્માર, ગામના સરપંચ અને સભ્યોએ સામૂહિક રાજીનામું આપવાની આપી ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ જિલ્લામાં ભૂમાફિયાઓને કારણે ગામડાઓના રસ્તા અતિશય બિસ્માર બનતા સાતલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ સામૂહિક રાજીનામું આપવા જિલ્લા પંચાયત પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયત પ્રમુખના આશ્વાસન બાદ રાજીનામું આપવાનું ટાળ્યું હતું.
ખનીજ ચોરીને અટકાવવા માટે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી
જુનાગઢ જિલ્લામાં બેફામ બનેલા ભુમાફિયાઓને કારણે હવે લોકોનું હલનચલન પણ મુશ્કેલ બની ગયું છે, બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા માટે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી જેથી લોકોમાં રોષ તો છે જ પરંતુ મોટા ભારેખમ વાહનો રસ્તા ઉપરથી પસાર થતાં ગામડાના રસ્તાઓ તૂટી ગયા છે અને અતિશય બિસ્માર હાલતમાં છે. જ્યાંથી લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. વંથલી તાલુકાના સાંતલપુર ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો, જેથી આજે સાંતલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યો દ્વારા સામુહિક રાજીનામું આપવા જિલ્લા પંચાયત પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરને મળ્યા હતા.
હૈયા ધારણા આપતા સાંતલપુર ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા રાજીનામું આપવાનું ટાળ્યું
રાજીનામું આપવા આવેલા સાંતલપુર ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા રોષ પૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા રાજીનામું ના આપવાનું જણાવ્યું હતું અને આગામી સમયમાં ખુદ તેઓ મુખ્યમંત્રી સુધી તેમની રજૂઆત પહોંચાડશે અને એ પહેલાં સ્થળ મુલાકાત કરી અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી. બેફામ બનેલા ભૂમાફિયાઓ સામે પણ કાર્યવાહી કરવા માટેની હૈયા ધારણા આપતા સાંતલપુર ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા રાજીનામું આપવાનું ટાળ્યું હતું. આમ, હવે જુનાગઢ વંથલી તાલુકામાં ચાલતા બેફામ ખનીજચોરોની સામે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી બતાવતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
What's Your Reaction?






