Junagadh: ગિરનારની તળેટીમાં સાવજોની લટાર; શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની અવરજવર વચ્ચે વનરાજો રસ્તા પર ચડ્યા

Oct 11, 2026 - 10:30
Junagadh: ગિરનારની તળેટીમાં સાવજોની લટાર; શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની અવરજવર વચ્ચે વનરાજો રસ્તા પર ચડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગિરનારની ગોદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ ભવનાથ તળેટી વિસ્તારમાં વનરાજોની મુક્ત મને અવરજવર વધતાં સ્થાનિકો, આશ્રમના સાધુ-સંતો તેમજ બહારથી આવતા પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખોરાક અને પાણીની શોધમાં જંગલની સરહદ વટાવીને બે સિંહો ભવનાથના જાહેર માર્ગો પર આવી ચડ્યા હતા. આ દરમિયાન ગુરુ ગોરખનાથ આશ્રમ નજીક રસ્તા પર ગાયનો શિકાર કરવા પાછળ દોટ મૂકતા સિંહોના રૂંવાડા ઊભા કરી દેતા સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.

ગુરુ ગોરખનાથ આશ્રમ અને લાખા કોઠા પાસે દેખાયા બે સાવજ

પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રિના સુમારે બે સિંહો તળેટીના મુખ્ય માર્ગો પર નિર્ભયપણે લટાર મારતા જોવા મળ્યા હતા. ગુરુ ગોરખનાથ આશ્રમ પાસેથી પસાર થતી વખતે રસ્તા પર ઊભેલી ગાયને જોઈ બંને સિંહોએ અચાનક તેના પર તરાપ મારવા દોટ લગાવી હતી. ગાય જીવ બચાવીને ભાગતી અને પાછળ સિંહો પૂરપાટ દોડતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.આ ઉપરાંત તળેટીના લાખા કોઠા નજીક પણ આ બંને સાવજો જાહેર રસ્તા પરથી પસાર થઈને ધીમે પગલે ફરી જંગલ તરફ જતા જોવા મળ્યા હતા.

ખોરાક-પાણીની શોધમાં રેવન્યુ વિસ્તાર તરફ સિંહોનું પલાયન

ગીરનાર અભયારણ્યની તદ્દન લગોલગ આવેલા ભવનાથ વિસ્તારમાં અવારનવાર વન્યજીવો ચડી આવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સૂકા વાતાવરણ અને શિકાર તેમજ પાણીની સરળ ઉપલબ્ધતા માટે સિંહો જંગલ છોડીને તળેટીના રહેણાંક અને રેવન્યુ વિસ્તાર તરફ ધસી આવી રહ્યા છે.જાહેર રસ્તાઓ, હોટલો અને આશ્રમોની લગોલગ સાવજોની વધતી હાજરી ચિંતાનો વિષય બની છે.

આ પણ વાંચો: Ahmedabad: વિશાલા-પીપળજ રોડ પર ડ્રેનેજમાં ખાબકી 9 વર્ષની બાળકી, 15 કલાક વીત્યા છતાં કોઈ પત્તો નહીં!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0