Junagadh: ગિરનાર પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીની બેગ ચેક કરતા ઝડપાયો દારૂનો જથ્થો

જૂનાગઢમાં ગિરનારની પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જીણાબાવાની મઢી નજીકથી બેગ ચેક કરતા દારૂ સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પરિક્રમામાં દારૂ વેચવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયોહાલ ગિરનાર લીલી પરિક્રમા ચાલી રહી છે. આ પરિક્રમા કરી પૂણ્યનું ભાથું બાંધવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 6 લાખ 30 હજાર લોકો ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે. તેવામાં લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પરિક્રમામાં પેટ્રોલિંગ દરમિયાન જીણાબાવાની મઢી નજીકથી બેગ ચેક કરતા દારૂના જથ્થા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પરિક્રમામાં દારૂ વેચવા આવ્યા હતા. પોલીસે મનીષ ધધાણીયા, રમેશ પંડિતની ધરપકડ કરીને કુલ 21,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.લીલી પરિક્રમા ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમગરવા ગિરનારની કિલોમીટરની લીલી પરિક્રમા ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં ચાલી રહી છે, ત્યારે આજે પરિક્રમાના ત્રિજા દિવસે મોડી રાત સુધીમાં 6.50 લાખ ભાવિકોએ નળપાણીની થોડી વટાવી આગળ વધી રહ્યા છે, તો ત્રણેક લાખ ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધીને તરફ રવાના થયા છે. આજે સાંજ સુધીમાં પરિક્રમા તેના અંતિમ ચરણોમાં આવી જશે. કારતક સુઠ અગિયારસની મધરાતે 12 કલાકે ભવનાથ તળેટીમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ શ્રીફળ વધેરીને ગિરનારની પરિક્રમાનો વિપિવત પારંભ કરાવ્યો હતો, અને સૌ સાધુ-સંતોએ જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે પરિક્રમાર્થીઓને આશીર્વાદ આપીને રવાના કર્યા હતા. ત્યારે બંદુકના ભડાકે અને બેન્ડ સુરાવલી વચ્ચે દત્ત મહારાજનું પૂજન કરવામાં આવ્યું અને લાખા ભાવિકોએ ગતરાતે પ્રવેશ કર્યો હતો.જુનાગઢ હાલ ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિકમા ચાલી રહી છે. ત્યારે ભારતમાં ધાર્મિક સ્થળે દર્શને આવેલા રશિયાના એક ગ્રુપ દ્વારકા સહિતના સ્થળે આવ્યા હતા. તે ગ્રુપ આજે ગિરનાર તળેટીમા આવ્યા હતા અને ગિરનાર પહોંચ્યા હતા. અહીનો નજારો નિહાળીને વિદેશી ગ્રુપએ પરિક્રમાનો માહોલ નિહાળ્યો હતો. તેમના ગ્રુપમા અમુકે તો હાથમા મંજીરા વગાડી હરે કિના હરે રામના ભજન ગાતા નજરે ચડ્યા હતા. આ વખતે પ્રથમ વખત એક યાત્રિકને પેરેલીસીસ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. પરિક્રમા રૂટ ઉપર બોરદેવી પાસે મુંબઈના દિલીપ ફતેસિંહ વાઘેલા ઉ.46 નામના ભાવિકોને પેરેલિસિસ એટેક આવતા તેને તાબડતોબ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે કિસન બાબુભાઈ સોલંકી ઉ. ૧૪ નામના તરુણને બોરદેવી પાસે ફ્રેકચર થતા તેને સારવારમાં લવાયા હતા.

Junagadh: ગિરનાર પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીની બેગ ચેક કરતા ઝડપાયો દારૂનો જથ્થો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં ગિરનારની પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જીણાબાવાની મઢી નજીકથી બેગ ચેક કરતા દારૂ સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પરિક્રમામાં દારૂ વેચવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો

હાલ ગિરનાર લીલી પરિક્રમા ચાલી રહી છે. આ પરિક્રમા કરી પૂણ્યનું ભાથું બાંધવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 6 લાખ 30 હજાર લોકો ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે. તેવામાં લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પરિક્રમામાં પેટ્રોલિંગ દરમિયાન જીણાબાવાની મઢી નજીકથી બેગ ચેક કરતા દારૂના જથ્થા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પરિક્રમામાં દારૂ વેચવા આવ્યા હતા. પોલીસે મનીષ ધધાણીયા, રમેશ પંડિતની ધરપકડ કરીને કુલ 21,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

લીલી પરિક્રમા ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ

ગરવા ગિરનારની કિલોમીટરની લીલી પરિક્રમા ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં ચાલી રહી છે, ત્યારે આજે પરિક્રમાના ત્રિજા દિવસે મોડી રાત સુધીમાં 6.50 લાખ ભાવિકોએ નળપાણીની થોડી વટાવી આગળ વધી રહ્યા છે, તો ત્રણેક લાખ ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધીને તરફ રવાના થયા છે. આજે સાંજ સુધીમાં પરિક્રમા તેના અંતિમ ચરણોમાં આવી જશે.

કારતક સુઠ અગિયારસની મધરાતે 12 કલાકે ભવનાથ તળેટીમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ શ્રીફળ વધેરીને ગિરનારની પરિક્રમાનો વિપિવત પારંભ કરાવ્યો હતો, અને સૌ સાધુ-સંતોએ જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે પરિક્રમાર્થીઓને આશીર્વાદ આપીને રવાના કર્યા હતા. ત્યારે બંદુકના ભડાકે અને બેન્ડ સુરાવલી વચ્ચે દત્ત મહારાજનું પૂજન કરવામાં આવ્યું અને લાખા ભાવિકોએ ગતરાતે પ્રવેશ કર્યો હતો.

જુનાગઢ હાલ ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિકમા ચાલી રહી છે. ત્યારે ભારતમાં ધાર્મિક સ્થળે દર્શને આવેલા રશિયાના એક ગ્રુપ દ્વારકા સહિતના સ્થળે આવ્યા હતા. તે ગ્રુપ આજે ગિરનાર તળેટીમા આવ્યા હતા અને ગિરનાર પહોંચ્યા હતા. અહીનો નજારો નિહાળીને વિદેશી ગ્રુપએ પરિક્રમાનો માહોલ નિહાળ્યો હતો. તેમના ગ્રુપમા અમુકે તો હાથમા મંજીરા વગાડી હરે કિના હરે રામના ભજન ગાતા નજરે ચડ્યા હતા. આ વખતે પ્રથમ વખત એક યાત્રિકને પેરેલીસીસ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. પરિક્રમા રૂટ ઉપર બોરદેવી પાસે મુંબઈના દિલીપ ફતેસિંહ વાઘેલા ઉ.46 નામના ભાવિકોને પેરેલિસિસ એટેક આવતા તેને તાબડતોબ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે કિસન બાબુભાઈ સોલંકી ઉ. ૧૪ નામના તરુણને બોરદેવી પાસે ફ્રેકચર થતા તેને સારવારમાં લવાયા હતા.