Junagadh Rains: જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, અનેક ગામોને કર્યા એલર્ટ

જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ સાબલી ડેમના ચાર દરવાજા ખોલાયાહવામાન વિભાગ દ્વારા જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટઅતિ ભારે વરસાદને પગલે વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જુનાગઢ શહેરના માર્ગો પર ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ નાના મોટા જળાશયો નદીનાળા અને સરોવરો છલકી ઉઠ્યા છે. જુનાગઢમાં બીજી વખત ધોધમાર વરસાદ પડ્યો છે તેને કારણે જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય પંથકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદી પાણીની વધુ આવક થતા સાબલી ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ડેમના ચાર દરવાજા 1.50 ફૂટ ખોલવામાં આવ્યા છે.  ખોરાસા, માણેકવાડા, મઘરવાડા, ડેરવાણ સહિતના ગામને એલર્ટ કરવામાંં આવ્યા છે.સવારે 6થી 10 વાગ્યા સુધી 206 તાલુકામાં વરસાદહવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટડા સંગાણીમાં 4 ઇંચ વરસાદ થયો છે. મહુધામાં 3 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરા, થાનગઢમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં 2, કલાવડમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો સારો વરસાદ થતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

Junagadh Rains: જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, અનેક ગામોને કર્યા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટ
  • ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ
  • સાબલી ડેમના ચાર દરવાજા ખોલાયા

હવામાન વિભાગ દ્વારા જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદનુ એલર્ટ

અતિ ભારે વરસાદને પગલે વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જુનાગઢ શહેરના માર્ગો પર ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ નાના મોટા જળાશયો નદીનાળા અને સરોવરો છલકી ઉઠ્યા છે. જુનાગઢમાં બીજી વખત ધોધમાર વરસાદ પડ્યો છે તેને કારણે જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય પંથકોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદી પાણીની વધુ આવક થતા સાબલી ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ડેમના ચાર દરવાજા 1.50 ફૂટ ખોલવામાં આવ્યા છે.  ખોરાસા, માણેકવાડા, મઘરવાડા, ડેરવાણ સહિતના ગામને એલર્ટ કરવામાંં આવ્યા છે.

સવારે 6થી 10 વાગ્યા સુધી 206 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટડા સંગાણીમાં 4 ઇંચ વરસાદ થયો છે. મહુધામાં 3 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરા, થાનગઢમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં 2, કલાવડમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો સારો વરસાદ થતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.