Junagadh News: દ્વારકા જતી એસટી બસમાં એક મુસાફર દારુ ભરેલા થેલા સાથે ચડ્યો, કંડક્ટરે પૂછતાં જ ફરાર થઈ ગયો

Sep 7, 2025 - 20:00
Junagadh News: દ્વારકા જતી એસટી બસમાં એક મુસાફર દારુ ભરેલા થેલા સાથે ચડ્યો, કંડક્ટરે પૂછતાં જ ફરાર થઈ ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢથી દ્વારકા જતી એસટી બસમાં એક મુસાફર બાંટવા જવા માટે ચડ્યો હતો તેના હાથમાં બે થેલા હતા. જેમાં શું છે તે બાબતે કંડકટરે શંકા વ્યક્ત કરીને પોલીસને જાણ કરતા પોલીસ આવે તે પહેલા જ મુસાફર ભાગી ગયો હતો અને બાદમાં થેલામાંથી વિદેશી દારુની 21 બોટલ મળી આવતા કંડકટર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

સફેદ અને લીલા કલરની થેલી સાથે ચડ્યો

જૂનાગઢથી ગઈકાલે સાંજે 7 કલાકે બસ સ્ટેન્ડથી ઉપડેલી જૂનાગઢ-દ્વારકા એસટી બસ નંબર GJ 18 Z 9663માં ડ્રાઈવર નાજાભાઈ પરબતભાઈ ભારાઈ અને કંડકટર ઉર્વશીબેન માલદેભાઈ ભાદરકા બને ફરજ ઉપર હતા. તેઓ એસટી બસ લઈને જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડથી નીકળ્યા હતા અને બસ મોતીબાગ પાસે પહોંચી ત્યારે એક મુસાફર હાથમાં સફેદ અને લીલા કલરની થેલી સાથે ચડ્યો હતો.બાદમાં થેલા કંડકટરની સીટ પાછળ મુકીને બેસી ગયો હતો.બસ આગળ જતા કંડકટરે ટીકીટ બાબતે પૂછતા મુસાફરે બાંટવાની ટીકીટ માંગી હતી.

કંડક્ટરને શંકા જતા પોલીસને ફોન કર્યો

કંડકટરે લગેજ બાબતે પૂછતા મુસાફરે સરખો જવાબ ન આપતા શંકા ગયેલ જેથી તેઓએ તરત પોલીસને જાણ કરી પરંતુ પોલીસ આવે તે પહેલા તે મુસાફર થેલા મુકીને મધુરમથી ભાગી ગયો હતો. પોલીસે આવીને થેલા ચેક કરતા તેમાંથી 26400ની કિંમતના વિદેશી દારૂની 21 બોટલ મળી આવી હતી.આ મામલે આખરે બસના કંડકટર ઉર્વશીબેન દ્વારા શહેરના સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મુસાફર સામે ફરિયાદ નોધાવી છે અને પોલીસે પણ ગુનો દાખલ કરીને અજાણ્યા શખ્સને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0