Junagadh News : ગિરનાર જંગલમાં ફરી ચંદન ચોરીનું કારસ્તાન, એક શખ્સને ઝડપી વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગિરનારના ખોડીયાર રાઉન્ડમાં આવેલા દાતાર જંગલ વિસ્તારમાં ચંદનની તસ્કરીનો ફરી એક બનાવ સામે આવ્યો છે. છેલ્લા બે દિવસથી વનવિભાગની ટીમોને ચંદનચોરીની શંકા હોવાથી એલર્ટ મોડમાં હતી. વનવિભાગે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો, જ્યારે તેના સાથીઓ ભાગી જવામાં સફળ રહ્યા. આ ઘટનાને પગલે વનવિભાગે ‘ઓપરેશન ચંદન’ શરૂ કરીને વેરાવળ અને રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગિરનાર ક્ષેત્રમાં ચંદનના અમૂલ્ય વૃક્ષો
ગિરનાર ક્ષેત્રમાં ચંદનના અમૂલ્ય વૃક્ષો આવેલા છે, જેના લાકડાની વૈશ્વિક બજારમાં લાખોની કિંમત છે. આને કારણે પરપ્રાંતીય ગેંગો અવારનવાર ગિરનારના જંગલોમાં ચંદનચોરી માટે આવે છે. ભૂતકાળમાં પણ આવા ઘણા બનાવો બન્યા છે. થોડા દિવસ પહેલાં દાતાર જંગલમાં ચંદનચોરીની બાતમી મળતાં વનવિભાગે ખોડીયાર રાઉન્ડમાં નજર રાખવાનું શરૂ કર્યું હતું. બે દિવસની સતત દેખરેખ બાદ આજે એક શખ્સને ઝાડ કાપતાં ઝડપી લેવાયો.
આ ગેંગે દાતાર જંગલમાં ત્રણ ચંદનના ઝાડ કાપ્યા હતા
વન વિભાગના સૂત્રો અનુસાર, આ ગેંગે દાતાર જંગલમાં ત્રણ ચંદનના ઝાડ કાપ્યા હતા. આ ઉપરાંત, ગત 21 જુલાઈએ પણ આ વિસ્તારમાં 300 પગથીયાં પાસે 7 ઝાડ કાપવામાં આવ્યા હતા. આ ગેંગ સિસ્ટમેટિક રીતે ચંદનચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા શખ્સના મોબાઈલના આધારે વનવિભાગે તેના સાથીઓનું લોકેશન ટ્રેસ કર્યું અને વેરાવળ તથા રાજકોટમાં ટીમો મોકલી. મોડી રાતે વેરાવળથી એક શખ્સ અને ગોંડલ પાસે ખાનગી બસમાંથી બીજો શખ્સ ઝડપાયો. વનવિભાગે ચંદનના લાકડા સહિતનો સામાન કબજે કર્યો છે. પકડાયેલા શખ્સોની પૂછપરછ ચાલુ છે, અને સાંજ સુધીમાં વધુ હકીકતો સામે આવે તેવી શક્યતા છે. વનવિભાગે ચંદનચોરીના આવા બનાવો રોકવા માટે સતર્કતા વધારી છે.
What's Your Reaction?






