Junagadh News: રાજ્યમાં 891માંથી 400 જેટલા સિંહ અભ્યારણ્યની બહાર છે, સાવજની સુરક્ષા અંગે વિચારણા ચાલુ

Aug 11, 2025 - 17:30
Junagadh News: રાજ્યમાં 891માંથી 400 જેટલા સિંહ અભ્યારણ્યની બહાર છે, સાવજની સુરક્ષા અંગે વિચારણા ચાલુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં જ રાજ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય સિંહ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એશિયાટિક સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટેના ઉપાયો શોધવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. સિંહોની વસ્તી, સંરક્ષણ નીતિઓ, અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સરકારે જરૂર લાગે ત્યાં અભ્યારણ્યો જાહેર કર્યા

આ સેમિનારમાં ઉપસ્થિત રહેલા PCCF એ.પી.સિંઘે નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં 891 સિંહો છે. જેમાંથી 400 જેટલા સિંહ હજુ અભ્યારણ્યની બહાર છે. રાજ્ય સરકારે જરૂર લાગે ત્યાં અભ્યારણ્યો જાહેર કર્યા છે. હાલમાં જે સિંહો અભ્યારણ્યની બહાર છે તેની સૌથી વધુ ચિંતા છે. તેમને સુરક્ષા આપવા અંગે વિચારણા ચાલુ છે. ભવિષ્યમાં વધુ અભ્યારણ્યો જાહેર થઈ શકે છે. સિંહોના મોત કુદરતી છે અને બાકીની તપાસ ચાલુ છે.

સિંહની લટારથી ખેડૂતો અને લોકોમાં ભય ફેલાયો

રાજ્યના 11 જિલ્લાઓમાં 35 હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં સિંહની અવર-જવર નોંધાઈ છે. મે 2025 દરમિયાન રાજ્યમાં થયેલ સિંહ ગણતરી અંદાજ પ્રમાણે સિંહોની કુલ વસ્તી વર્ષ 2020ની સરખામણીએ 32 ટકા જેટલી વધવા પામી છે એટલે કે 674 થી વધીને 891 નોંધાઈ છે. બીજી તરફ સિંહ રહેણાંક વિસ્તારોમાં ફરતા થયાં છે. સિંહની લટારથી ખેડૂતો અને લોકોમાં ભય ફેલાયો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0