Junagadh News : જૂનાગઢમાં રત્નકલાકારોની હાલત કફોડી, હીરા કારખાના બંધ થતા વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી ધીમે ધીમે પ્રસરી રહેલી મંદીની અસર આ વર્ષે વધુ ગંભીર બની છે. જૂનાગઢની હીરા ઉધોગની મંદીથી કારખાનેદારની હાલત વધુ કફોડી બની છે, રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી અને અમેરિકાએ નાખેલા ટેરિફથી હીરા ઉધોગને આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે, મંદીની તીવ્રતાને કારણે અનેક કારખાનાઓ બંધ થવાની કગાર પર છે. અગાઉ હીરાના 200 થી 250 જેટલા કારખાના ચાલતા હતા, તેની સામે અત્યારે માત્ર 170 થી 190 કારખાના જ ચાલી રહ્યા છે," જે સ્પષ્ટપણે ઉદ્યોગની ખરાબ હાલત દર્શાવે છે.
ટેરિફની અસર એક તબક્કે ઘણી વધારે હતી
જો બજારમાં સીવીડી અને લેબ ગ્રોન હીરાનું પ્રમાણ ન હોત, તો મંદીની અસર કદાચ આનાથી પણ વધુ ગંભીર થઈ હોત. જી.એસ.ટી.ના કારણે કોઈ મોટો ફરક પડ્યો ન હોવાનું કારખાનેદારોએ સ્વીકાર્યું હતું, રત્ન કલાકારોને માત્ર આઠથી દસ હજાર જેવું મહિને રોજગાર મળે છે જેને લઈન કલાકારો પણ અન્ય સાથે ધંધા તરફ ફંટાઈ ગયા છે, વર્તમાન પરિસ્થિતિ નિરાશાજનક હોવા છતાં દિવાળીના તહેવારો પછી ઉદ્યોગમાં સુધારો થવાની આશા કારખાનેદારોએ વ્યક્ત કરી છે, દિવાળી પછી બજાર સારું ખૂલે અને બધાયને સારી રીતના રોજીરોટી મળી રહે તેવી આશા છે.
સુરત હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ વર્ષથી મંદિનો માહોલ છવાયું છે
અમેરિકાએ લાદેલા 25 ટકા ટેરિફને સુરતના હીરા ઉદ્યોગોકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત ઉદ્યોગકારો કરી રહ્યા છેકે, ભારતમાંથી અમેરિકામાં 40 ટકા હીરાનું એક્સપર્ટ થયા છે. જે એક્સપોર્ટ વર્ષમાં આશરે 8 બિલિયન છે અને આખા ભારતમાં સુરતમાં 100 માંથી 95 હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે જેથી સુરત હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર થશે. હવે નવા ટેરેફના નિયમો મુજબ વેપાર કરવો પડશે. આગામી થોડા દિવસો આવી જ રીતે રહેવાના છે. તેમજ હીરાનો વેપાર આગામી એકાદ બે મહિનો અટકી અટકીને ચાલવાની પણ શક્યતાઓ છે. તેમ છતાં ટેરિફ વસૂલાત કરવામાં આવ્યા બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ રહે તેના પર હાલ તો નજર રાખવામાં આવી રહી છે. હીરાનું 30 ટકા એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજીના માહોલ વચ્ચે અમેરિકાએ લાદેલા ટેરિફને કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાંથી ટેક્સ્ટાઈલમાં જે કુલ એક્સપોર્ટ થાય છે, તેના 30 ટકા એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે. ટેક્સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં ટેરિફની ગંભીર અસરો દેખાશે તેવી ભીતિ હાલ જોવા મળી રહી છે. અમેરિકામાં એક્સપોર્ટ થનારા ગારમેન્ટ અને હોમ ટેક્સ્ટાઈલ બનાવવા માટે સુરતના કાપડની સૌથી વધુ ડિમાન્ડ હોય છે. જેથી ટેરિફની સીધી અસર સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર જોવા મળશે. જેથી ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
What's Your Reaction?






