Junagadh News: ગિરનારની લીલી પરિક્રમામાં શોકનું મોજું, ચિથરીયા પીર પાસે હાર્ટ અટેક આવતા ભાવિકનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના ગિરનાર જંગલમાં ચાલી રહેલી પવિત્ર લીલી પરિક્રમા દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પરિક્રમાના રૂટ પર આવેલા ચિથરીયા પીર નજીક પદયાત્રા કરી રહેલા એક ભાવિકને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ગિરનારના દુર્ગમ જંગલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના અન્ય પરિક્રમાર્થીઓમાં પણ ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ઉપલા દાતારના મહંત ભીમ બાપુએ આપી તત્કાલ સૂચના
આ કરુણ ઘટનાની જાણ થતા જ ઉપલા દાતાર જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુએ તાત્કાલિક સંવેદના દાખવી હતી. દુર્ગમ પહાડી વિસ્તારમાંથી મૃતક ભાવિકના મૃતદેહને માનભેર નીચે ઉતારવા માટે મહંત ભીમ બાપુ દ્વારા તુરંત સૂચના આપવામાં આવી હતી. તેમના આદેશ બાદ જગ્યાના સેવકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને નીચે લાવવા માટેની તજવીજ હાથ ધરી હતી.

વન વિભાગ અને પોલીસ સ્ટાફે બજાવી પ્રશંસનીય કામગીરી
જંગલના કઠિન રસ્તાઓ વચ્ચેથી મૃતદેહને નીચે લાવવો એ એક પડકારજનક કાર્ય હતું. આ કામગીરીમાં પરિક્રમાના બંદોબસ્તમાં તૈનાત વન વિભાગનો સ્ટાફ અને પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક મદદે જોડાયા હતા. સેવકો, વન વિભાગ અને પોલીસ જવાનોએ સંયુક્ત રીતે ભારે જહેમત ઉઠાવીને મૃતદેહને જંગલ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે નીચે લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: Junagadh News: પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, હેરાનગતિ અને ખોટી ફરિયાદો કરનારા 3 શખ્સોની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

