Junagadh : 22 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરણિત શખ્સે વારંવાર ગુજાર્યો બળાત્કાર, શહેરના સી ડિવિઝન પોલીસમાં નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં એકાદ વર્ષથી પોતાના માનીતા ભાઈ સાથે રહેતી 22 વર્ષીય યુવતીને ત્રણેક વર્ષ પહેલા તાલાલાના વડાલા ગામના એક પરણિત શખ્સે પ્રેમમાં ફસાવી બાદમાં અવાર નવાર તેણીની સગાઈ તોડાવી નાખશે તેવી ધમકીઓ આપીને વારંવાર અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજારી તેનો વીડિયો ઉતારીને વાયરલ કરતા અંતે તે શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સાહિલ ધમકીઓ આપીને અવાર-નવાર બળાત્કાર ગુજારતો રહ્યો
તાલાલા પંથકની 22 વર્ષીય યુવતી ત્રણેક વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં વડાલા ગામના પરણિત સાહિલ રજાક મજગુલ નામના શખ્સના સંપર્કમાં આવી હતી, બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે થઈ અને પછી બને વચ્ચે વાતચીત શરુ થયેલી અને સાહિલે પોતે પરણિત હોવા છતાં યુવતી સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો, પરંતુ યુવતીની જૂનાગઢમાં એક યુવક સાથે સગાઈ નક્કી થતા સાહિલ સાથે સબંધ રાખવાની ના પાડી દીધી હતી. છતાં સાહિલે તેણીની સગાઈ તોડાવી નાખશે તેવી ધમકીઓ આપીને અવાર-નવાર બળાત્કાર ગુજારતો રહ્યો અને અંતે યુવતીની સગાઈ તૂટી જતા યુવતી રાજકોટ રહેવા જતી રહી હતી.
યુવતીએ કંટાળીને જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી
તેમ છતાં સાહિલે પીછો ના મુક્યો અને વારંવાર ફોન કરીને યુવતીને મળવા બોલાવતો હતો અને તેણીની ક્યાંય સગાઈ નહીં થવા દે તેવી ધમકીઓ આપીને ફરીથી મળવા બોલાવી જેતપુરમાં ફરીથી બળાત્કાર ગુજાર્યો અને તે સમયે તેણે તેનો વીડિયો ઉતારી લીધો અને બાદમાં તે વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી રહ્યો હતો અને તે વીડિયોની ધમકીઓ આપીને અનેકવાર બળાત્કાર ગુજાર્યો, પરંતુ યુવતી તેનાથી કંટાળી જતા તેણી છેલ્લા એક વર્ષથી જૂનાગઢમાં માનીતા ભાઈ-ભાભી સાથે રહેવા આગી ગયેલી, તેમ છતાં સાહિલે તેનો પીછો ના મુક્યો અને તેણીનો વીડિયો વાયરલ કરી દીધાનું સામે આવતા અંતે યુવતીએ પરિવારમાં વાત કરીને સાહિલ સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
What's Your Reaction?






