Junagadh: સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 3માંથી 2 લોકોના મોત

જૂનાગઢના એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી લેતા માતા - પુત્રીના મોત નીપજ્યા છે. જ્યારે પુત્ર હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં છે. માતાનું કેશોદના હોસ્પિટલ મોત થયેલ છે. પુત્રીનું જૂનાગઢમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. કેશોદના ચર ગામની ઘટના આ બાબતે મૃતક મહિલાના ભાઈ જયંતિભાઈ પરમારે જણાવ્યું કે, થોડા સમય પહેલા તેમના દીકરાનું અવસાન થઈ જતાં મારા બહેન, દીકરી અને દીકરાની માનસિક સ્થિતિ સારી રહેતી ન હતી. ઘરના તમામ લોકો માનસિક અસ્થિર થઈ ગયા હતા. અને જે બાબતે ડૉક્ટર પાસે સારવાર ચાલતી હતી. જેથી માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરેલ છે. આપઘાત કરવાનું અન્ય કોઈ કારણ નથી. આઠ મહિના પહેલા પુત્રના મૃત્યુ બાદ પરિવાર શોકમગ્ન હતો. પાડોશીએ સમગ્ર ઘટના જણાવી આ બાબતે પ્રકાશભાઈએ જણાવ્યું કે, બાબુભાઈ રાઠોડના ઘરે વહેલી સવારના આ ઘટના બની હતી. આ ઘટના બની ત્યારે બાબુભાઈ સૂઈ રહ્યા હતા. તે સમયે તેમના પત્ની મીનાબેન અને તેમના દીકરી રવિનાબેન અને દીકરાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા માતા-દીકરીના મોત થયા છે જ્યારે દીકરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Junagadh: સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 3માંથી 2 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી લેતા માતા - પુત્રીના મોત નીપજ્યા છે. જ્યારે પુત્ર હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં છે. માતાનું કેશોદના હોસ્પિટલ મોત થયેલ છે. પુત્રીનું જૂનાગઢમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.


કેશોદના ચર ગામની ઘટના

આ બાબતે મૃતક મહિલાના ભાઈ જયંતિભાઈ પરમારે જણાવ્યું કે, થોડા સમય પહેલા તેમના દીકરાનું અવસાન થઈ જતાં મારા બહેન, દીકરી અને દીકરાની માનસિક સ્થિતિ સારી રહેતી ન હતી. ઘરના તમામ લોકો માનસિક અસ્થિર થઈ ગયા હતા. અને જે બાબતે ડૉક્ટર પાસે સારવાર ચાલતી હતી. જેથી માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરેલ છે. આપઘાત કરવાનું અન્ય કોઈ કારણ નથી. આઠ મહિના પહેલા પુત્રના મૃત્યુ બાદ પરિવાર શોકમગ્ન હતો.

પાડોશીએ સમગ્ર ઘટના જણાવી

આ બાબતે પ્રકાશભાઈએ જણાવ્યું કે, બાબુભાઈ રાઠોડના ઘરે વહેલી સવારના આ ઘટના બની હતી. આ ઘટના બની ત્યારે બાબુભાઈ સૂઈ રહ્યા હતા. તે સમયે તેમના પત્ની મીનાબેન અને તેમના દીકરી રવિનાબેન અને દીકરાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા માતા-દીકરીના મોત થયા છે જ્યારે દીકરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.