Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે

Sep 8, 2026 - 22:00
Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં જનપ્રતિનિધિ દ્વારા આચરવામાં આવેલા શરમજનક અને કાળી ટીલી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્ય સુભાષ ભાદરકાએ એક 16 વર્ષીય અલ્પવયસ્ક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયકંપાવનારી વિગતો સામે આવી છે.

તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝડપાયો

સગીરા પર થઈ રહેલા અત્યાચાર અંગે જાણ થતાં પીડિતાની માતાએ હિંમત દર્શાવી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આરોપી સુભાષ ભાદરકા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.પીડિતાની માતાની ફરિયાદના આધારે મેંદરડા પોલીસે કાયદાનો શિકંજો કસતાં ગંભીર કલમો તેમજ સગીરો પરના લૈંગિક અપરાધ નિવારણ કાયદા (POCSO Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી મેંદરડા પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સુભાષ ભાદરકાની ધરપકડ કરી લીધી છે.

16 વર્ષીય કિશોરીને બનાવી હતી હવસનો શિકાર

રાજકીય ઓથ ધરાવતા તાલુકા પંચાયત સભ્યની હવસખોરીના કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી ઝડપથી હાથ ધરી છે. નાગલપુર બેઠકના અપક્ષ તાલુકા પંચાયત સભ્ય પર 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો આક્ષેપ. મેંદરડા પોલીસે પોક્સો એક્ટ દાખલ કરીને આરોપીને ત્વરિત ઝડપી લીધો. લોકપ્રતિનિધિના આ ક્રૂર કૃત્યથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે ચકચાર અને આક્રોશ.

આ પણ વાંચો: Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0