Junagadh: દલિત નેતા રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ

જૂનાગઢમાં દલિત નેતા રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજસીટોક કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં પ્રથમવાર ગુજસીટોક કલમ હેઠળ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હંસાબેન સોલંકી સાથે અન્ય એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. રાજુ સોલંકીની ધરપકડ બાદ હંસાબેન સંભાળતા હતા કામગીરી. રાજુ સોલંકી સામે ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી જૂનાગઢ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઇસમો પર ગુજસીટોક કાયદા હેઠળ સકંજો કસવામાં આવ્યો હતો. રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ અગાઉ ખૂનની કોશિશ, ખંડણી લુંટ, અપહરણ, હથિયાર ધારા અને મારકુટ તેમજ મિલકતને નુકસાન કર્યાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા. જેને લઇ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ સહિત પાંચ ઈસમો પર ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં રાજુ સોલંકી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક જયેશ ઉર્ફે જવો સોલંકી પહેલાંથી જ 307ના ગુનામાં જેલમાં છે. ભાઈ, બે પુત્રો સહિત 5 સામે ગુનો નોંધાયો દલિત સમાજના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકી, દેવ સોલંકી, યોગેશ બગડા, જયેશ ઉર્ફે જવો સોલંકી,જે હાલ 307ના ગુનોમાં ઝડપાયેલ છે. જુનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકીના ભાઈ તેમજ બે પુત્ર અને અન્ય એક વ્યક્તિ પર ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. રાજુ સોલંકી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગુનાહિત ટોળકી બનાવી ગુન્હો કરનાર ગેંગ વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકી સહિત પાંચ ઈસમો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજુ સોલંકી વિરુદ્ધ 12 ગુના નોંધાયા છે જયેશ ઉર્ફે જવો સોલંકી અગાઉ 307ના ગુનામાં સંડોવાયેલો હોવાથી હાલ પોલીસ પકડમાં છે, તે ઉપરાંત રાજુ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને યોગેશ બગડા વિરુદ્ધનો ગુજસીટોકનો ગુનો નોંધી તેને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેઓ ચારેય આરોપી જેલમાં છે. રાજુ સોલંકીની ગેંગ દ્વારા સતત ગુનાઓને અંજામ આપવામાં આવતો હતું. આ ગેંગ દ્વારા હત્યાની કોશિશ, પોલીસ પર હુમલો, મારકૂટ, ચોરી, ફરજમાં રૂકાવટ, લુંટ, અપહરણ, ધાક ધમકી તેમજ પ્રોહીબીશન હેઠળ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં રાજુ સોલંકી વિરુદ્ધ 12, જયેશ ઉર્ફે જવો સોલંકી વિરુદ્ધ 9, દેવ રાજુ સોલંકી વિરુદ્ધ 2, યોગેશ બગડા વિરૂદ્ધ 3, સંજય ઉર્ફે ચંદુ સોલંકી વિરુદ્ધ 6 ગુના નોંધાયેલા છે. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. આ તમામ આરોપીઓ સંગઠિત ટોળકી બનાવી શહેર તેમજ જિલ્લામાં અનેક ગુનાઓને અંજામ આપતા હતા. જેને લઇ જૂનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકી સહિત 5 આરોપી પર ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Junagadh: દલિત નેતા રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં દલિત નેતા રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજસીટોક કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં પ્રથમવાર ગુજસીટોક કલમ હેઠળ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હંસાબેન સોલંકી સાથે અન્ય એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. રાજુ સોલંકીની ધરપકડ બાદ હંસાબેન સંભાળતા હતા કામગીરી.

રાજુ સોલંકી સામે ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી

જૂનાગઢ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઇસમો પર ગુજસીટોક કાયદા હેઠળ સકંજો કસવામાં આવ્યો હતો. રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ અગાઉ ખૂનની કોશિશ, ખંડણી લુંટ, અપહરણ, હથિયાર ધારા અને મારકુટ તેમજ મિલકતને નુકસાન કર્યાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા. જેને લઇ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ સહિત પાંચ ઈસમો પર ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં રાજુ સોલંકી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય એક જયેશ ઉર્ફે જવો સોલંકી પહેલાંથી જ 307ના ગુનામાં જેલમાં છે.

ભાઈ, બે પુત્રો સહિત 5 સામે ગુનો નોંધાયો

દલિત સમાજના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકી, દેવ સોલંકી, યોગેશ બગડા, જયેશ ઉર્ફે જવો સોલંકી,જે હાલ 307ના ગુનોમાં ઝડપાયેલ છે. જુનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકીના ભાઈ તેમજ બે પુત્ર અને અન્ય એક વ્યક્તિ પર ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

રાજુ સોલંકી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી

જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગુનાહિત ટોળકી બનાવી ગુન્હો કરનાર ગેંગ વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકી સહિત પાંચ ઈસમો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજુ સોલંકી વિરુદ્ધ 12 ગુના નોંધાયા છે

જયેશ ઉર્ફે જવો સોલંકી અગાઉ 307ના ગુનામાં સંડોવાયેલો હોવાથી હાલ પોલીસ પકડમાં છે, તે ઉપરાંત રાજુ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને યોગેશ બગડા વિરુદ્ધનો ગુજસીટોકનો ગુનો નોંધી તેને પકડી પાડવામાં આવ્યા હતા. અને તેઓ ચારેય આરોપી જેલમાં છે. રાજુ સોલંકીની ગેંગ દ્વારા સતત ગુનાઓને અંજામ આપવામાં આવતો હતું. આ ગેંગ દ્વારા હત્યાની કોશિશ, પોલીસ પર હુમલો, મારકૂટ, ચોરી, ફરજમાં રૂકાવટ, લુંટ, અપહરણ, ધાક ધમકી તેમજ પ્રોહીબીશન હેઠળ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં રાજુ સોલંકી વિરુદ્ધ 12, જયેશ ઉર્ફે જવો સોલંકી વિરુદ્ધ 9, દેવ રાજુ સોલંકી વિરુદ્ધ 2, યોગેશ બગડા વિરૂદ્ધ 3, સંજય ઉર્ફે ચંદુ સોલંકી વિરુદ્ધ 6 ગુના નોંધાયેલા છે. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. આ તમામ આરોપીઓ સંગઠિત ટોળકી બનાવી શહેર તેમજ જિલ્લામાં અનેક ગુનાઓને અંજામ આપતા હતા. જેને લઇ જૂનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકી સહિત 5 આરોપી પર ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.