Junagadh : જિલ્લા સહકારી બેન્કના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાનમાં, બેન્કના મનગડત નિર્ણય સામે વિરોધ

Aug 4, 2025 - 20:30
Junagadh : જિલ્લા સહકારી બેન્કના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાનમાં, બેન્કના મનગડત નિર્ણય સામે વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ જિલ્લા સહકારી બેન્કના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાનમાં પડી છે અને બેન્કના મનગડત નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જૂનાગઢ જિલ્લાની સહકારી બેન્કના ડિરેક્ટર પર હવે બાકી હોદ્દેદારો સામે મેદાનમાં પડ્યા છે. કેશોદ તાલુકાના ખેડૂતોમાં જિલ્લા સહકારી બેન્કના એક નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપ્યા બાદ બેન્કે 31મી ઓગસ્ટ સુધીમાં વધારાની 2 લાખ રૂપિયાની રકમ પરત જમા કરાવવાનો આદેશ આપતા વિવાદ સર્જાયો છે.

બેન્કે રકમ પરત જમા કરવાનો આદેશ આપ્યો

આ નિર્ણયનો વિરોધ કરવા કેશોદ તાલુકાની તમામ સહકારી મંડળીના પ્રમુખો, ખેડૂતો અને મંત્રીઓએ એકજૂથ થઈને લડત આપવાનો નિર્ધાર કર્યો છે. આ વર્ષે જિલ્લા સહકારી બેન્કના આદેશ મુજબ ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવી હતી. પરંતુ, ત્યારબાદ બીજા પરિપત્ર દ્વારા બેન્કે 31મી ઓગસ્ટ સુધીમાં વધારાની 2 લાખની રકમ પરત જમા કરવાનો આદેશ આપ્યો છે. ખેડૂતોએ આ ધિરાણનો ઉપયોગ પોતાની જરૂરિયાત મુજબ કરી લીધો હોવાથી હાલમાં તેઓ 31મી ઓગસ્ટ સુધીમાં આ રકમ પરત ભરવા સક્ષમ નથી.

1 વર્ષ સુધી વગર વ્યાજે લોન માટે લડત

આ નિર્ણય ખેડૂતો માટે મુશ્કેલીભર્યો હોવાથી કેશોદ તાલુકાના તમામ મંડળીના પ્રમુખો, ખેડૂતો અને મંત્રીઓએ આ મુદ્દે એક થઈને વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. જિલ્લા સેવા સહકારી બેન્કના ડિરેક્ટર દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને કેશોદ તાલુકાની મંડળીઓ સાથે તેઓએ પણ વિરોધ કર્યો છે. આ સમગ્ર મામલે ખેડૂતોની મુખ્ય માગણીએ છે કે તેમને 5 લાખ રૂપિયાની લોન એક વર્ષ સુધી વગર વ્યાજે વાપરવા મળે. આ માગણી માટે તેઓ જિલ્લા સહકારી બેન્કના આદેશ સામે લડત ચલાવશે. આ લડત દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી સહન કરવામાં આવશે નહીં, તેવું પણ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0