Junagadh: ગિરનાર ઉપર તોફાની પવન, દુકાનોના છાપરા ઉડ્યા
અંબાજી મંદિરે પાસે જ અનેક દુકાનોના બુંગણ ઉડીને પડ્યાછેલ્લા બે દિવસથી વીજળી ગુલ, વીજવાયરો સીડીઓ પર આવ્યા અનેક દુકાનોના છાપરા હવામાં ઉડી ગયા જૂનાગઢના ગિરનાર ઉપર છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, આજે વધુ 4 ઈંચ વરસાદ સાથે સાંજના સમયે તોફાની પવન પણ ફૂંકાવા લાગતા અહીં પર્વત ઉપર મંદિર પાસે અનેક વીજપોલ અને વીજવાયરો સીડીઓ ઉપર પડતા અંધારપટ્ટ છવાયો હતો અને આસપાસની દુકાનોના છાપરા ઉડી ગયા છે. વાતાવરણમાં સાંજના સમયે અચાનક ભારે પવનના કારણે વીજપોલના થાંભલા પડી ગયા હતા ગિરનાર ઉપર આજે સવારથી તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે પવનની ગતી આશરે 70થી 90 કિલોમીટરની ઝડપે હોવાનો અંદાજ છે, ત્યારે આ તોફાની પવનમાં ઉભા રહેવું પણ મુશ્કેલીભર્યું છે, આવા વાતાવરણમાં સાંજના સમયે અચાનક ભારે પવનના કારણે વીજપોલના થાંભલા પડી ગયા હતા અને વીજતાર સીડીઓ પર પડ્યા હતા, જેના પરિણામે હાલ પર્વત ઉપર વીજળી ગુલ થઈ છે. છેલ્લા બે દિવસથી અહીં વીજળી ગુલ હોવાનું જાણવા મળ્યું ભારે પવનના લીધે અહીં અંબાજી મંદિર આસપાસમાં આવેલી નાના મોટા ધંધા રોજગાર કરતા દુકાનદારોની દુકાનોના છાપરા, પતરાના શેડ અને બુંગણ ઉડી ગયા હતા અને સીડી ઉપર પડતા ભાવિકોને હેરાનગતી ના થાય તે માટે દુકાનદારોએ અને અહીંના મંદિરના સેવકોએ ભારે પવનની વચ્ચે ઉભા રહીને તેને દુર કર્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી અહીં વીજળી ગુલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 149 ગામોમાં વીજ પૂરવઠો પુર્વવત કરવામાં આવ્યો જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે આ વિસ્તારમાં પાવર કટ રહેતાં લોકોની વ્હારે PGVCLના કર્મચારી આવ્યા અને બામણાસા ગામે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જીવના જોખમે વીજ કર્મચારી મુકેશભાઈ કરંગીયા દ્વારા કામગીરી કરીને વીજ પૂરવઠો ફરી શરૂ કર્યો હતો. રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત મેઘ મહેર વરસી રહી છે. જેના કારણે જૂનાગઢ PGVCL વર્તુળ કચેરી હેઠળ આવતાં 153 ગામડાઓમાં પાવર કટ થતાં વીજ વિભાગની સરાહનીય કામગીરીના પગલે 149 ગામોમાં વીજ પૂરવઠો શરૂ કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અંબાજી મંદિરે પાસે જ અનેક દુકાનોના બુંગણ ઉડીને પડ્યા
- છેલ્લા બે દિવસથી વીજળી ગુલ, વીજવાયરો સીડીઓ પર આવ્યા
- અનેક દુકાનોના છાપરા હવામાં ઉડી ગયા
જૂનાગઢના ગિરનાર ઉપર છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, આજે વધુ 4 ઈંચ વરસાદ સાથે સાંજના સમયે તોફાની પવન પણ ફૂંકાવા લાગતા અહીં પર્વત ઉપર મંદિર પાસે અનેક વીજપોલ અને વીજવાયરો સીડીઓ ઉપર પડતા અંધારપટ્ટ છવાયો હતો અને આસપાસની દુકાનોના છાપરા ઉડી ગયા છે.
વાતાવરણમાં સાંજના સમયે અચાનક ભારે પવનના કારણે વીજપોલના થાંભલા પડી ગયા હતા
ગિરનાર ઉપર આજે સવારથી તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે પવનની ગતી આશરે 70થી 90 કિલોમીટરની ઝડપે હોવાનો અંદાજ છે, ત્યારે આ તોફાની પવનમાં ઉભા રહેવું પણ મુશ્કેલીભર્યું છે, આવા વાતાવરણમાં સાંજના સમયે અચાનક ભારે પવનના કારણે વીજપોલના થાંભલા પડી ગયા હતા અને વીજતાર સીડીઓ પર પડ્યા હતા, જેના પરિણામે હાલ પર્વત ઉપર વીજળી ગુલ થઈ છે.
છેલ્લા બે દિવસથી અહીં વીજળી ગુલ હોવાનું જાણવા મળ્યું
ભારે પવનના લીધે અહીં અંબાજી મંદિર આસપાસમાં આવેલી નાના મોટા ધંધા રોજગાર કરતા દુકાનદારોની દુકાનોના છાપરા, પતરાના શેડ અને બુંગણ ઉડી ગયા હતા અને સીડી ઉપર પડતા ભાવિકોને હેરાનગતી ના થાય તે માટે દુકાનદારોએ અને અહીંના મંદિરના સેવકોએ ભારે પવનની વચ્ચે ઉભા રહીને તેને દુર કર્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી અહીં વીજળી ગુલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
149 ગામોમાં વીજ પૂરવઠો પુર્વવત કરવામાં આવ્યો
જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે આ વિસ્તારમાં પાવર કટ રહેતાં લોકોની વ્હારે PGVCLના કર્મચારી આવ્યા અને બામણાસા ગામે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જીવના જોખમે વીજ કર્મચારી મુકેશભાઈ કરંગીયા દ્વારા કામગીરી કરીને વીજ પૂરવઠો ફરી શરૂ કર્યો હતો. રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત મેઘ મહેર વરસી રહી છે. જેના કારણે જૂનાગઢ PGVCL વર્તુળ કચેરી હેઠળ આવતાં 153 ગામડાઓમાં પાવર કટ થતાં વીજ વિભાગની સરાહનીય કામગીરીના પગલે 149 ગામોમાં વીજ પૂરવઠો શરૂ કરવામાં આવ્યો છે.