Junagadhમાં શ્રદ્ધાળુઓને અકસ્માત, સોરઠ ચોકી નજીક કાર પલટી જતા લાગી આગ, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ...

Nov 25, 2026 - 01:00
Junagadhમાં શ્રદ્ધાળુઓને અકસ્માત, સોરઠ ચોકી નજીક કાર પલટી જતા લાગી આગ, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના જૂનાગઢ (Junagadh) ખાતે પરિક્રમા (Parikrama) પૂર્ણ કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કારને ગંભીર અકસ્માત (Accident) નડ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સોરઠ ચોકી (Sorath Chowki) નજીક શ્રદ્ધાળુઓની કાર અચાનક પલટી મારી ગઈ હતી અને ત્યારબાદ કારમાં આગ (Fire) લાગી હતી. પરિક્રમા કરીને પરત ફરતા સમયે બનેલી આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ

કાર પલટી જતા અને આગ લાગવાની ઘટનામાં કારમાં સવાર 4 લોકો (4 People) નો આબાદ બચાવ થયો હોવાના રાહતના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ (Fire Department) ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવીને આગ બુઝાવી હતી.

મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ હોવાનું પ્રાથમિક અનુમાન

પ્રાથમિક અનુમાન મુજબ, આ શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્ર (Maharashtra) ના હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર પલટી અને આગ લાગવાની ગંભીર ઘટના હોવા છતાં સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ (Casualty) થઈ નથી, જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : Kutchમાં વધુ એક રક્તરંજિત અકસ્માત, ઢોરા ગામ પાસે ટ્રક-ટ્રેક્ટરની ટક્કરમાં 3 લોકોના મોત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0