Junagadhમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન, ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી

Jul 19, 2025 - 20:00
Junagadhમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન, ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જૂનાગઢના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ ધીમીધારે વરસાદ ચાલું થયો છે.ભવનાથ, એમજી રોડ, રાણાવાવ ચોક, કાળવા ચોકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન લોકોને ગરમીથી રાહત મળી છે. રાજ્યમાં જૂનાગઢ સહીતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.

લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન 

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં 51.37 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 51.37 ટકા વરસાદ નોંધાયો 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, સુરત, વલસાડ ,નવસારી, તાપી, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગાંધીનગર અને અમદાવાદમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0