Junagadhના 12 ડેમોમાં પાણીની પુષ્કળ આવક,ખેડૂતો અને સ્થાનિકો થયા રાજી

આણંદપુર ડેમ, ઉબેણ વિયર કેરાળ ઓવરફ્લો ભાખરવડ, મઘરડી, મધુવંતી ડેમ ઓવરફ્લો બાટવાનો ખારો ડેમ ઓવરફ્લો, 1 દરવાજો ખોલાયો જૂનાગઢ જિલ્લાના 12 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે.ઓઝત-2 ડેમના 4 દરવાજા ખોલાયા છે,ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે.ઓઝત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે.સાવલી ડેમ 9 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે.હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યાં છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુનાગઢના વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઇ છે. ખેડૂતોનો જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઓઝત વિયર ડેમ 1.20 મીટરથી ઓવરફ્લો થયો છે. જેના પગલે વંથલી,આખા,ટીકર સહિતના ગામોને એલર્ટ કરાયા છે. જુનાગઢ, દ્વારકા, પોરબંદરમાં પાણી પાણી સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ, તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો. તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે. વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.

Junagadhના 12 ડેમોમાં પાણીની પુષ્કળ આવક,ખેડૂતો અને સ્થાનિકો થયા રાજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આણંદપુર ડેમ, ઉબેણ વિયર કેરાળ ઓવરફ્લો
  • ભાખરવડ, મઘરડી, મધુવંતી ડેમ ઓવરફ્લો
  • બાટવાનો ખારો ડેમ ઓવરફ્લો, 1 દરવાજો ખોલાયો

જૂનાગઢ જિલ્લાના 12 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે.ઓઝત-2 ડેમના 4 દરવાજા ખોલાયા છે,ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે.ઓઝત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે.સાવલી ડેમ 9 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે.હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે.

નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા

મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યાં છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુનાગઢના વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઇ છે. ખેડૂતોનો જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઓઝત વિયર ડેમ 1.20 મીટરથી ઓવરફ્લો થયો છે. જેના પગલે વંથલી,આખા,ટીકર સહિતના ગામોને એલર્ટ કરાયા છે.


જુનાગઢ, દ્વારકા, પોરબંદરમાં પાણી પાણી

સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ, તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો. તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે.

વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.