Junagadhના માળીયા હાટીનામાં ધોધમાર વરસાદ, ઈટાળી ગામ જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ખુશહાલીનો માહોલ છવાયો હતો. ખાસ કરીને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. જોકે આ ધોધમાર વરસાદની સૌથી વધુ અસર ઈટાળી ગામમાં જોવા મળી હતી. ગામમાં એટલો વરસાદ પડ્યો હતો કે રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
ઈટાળી ગામની અંદર વરસાદી પાણી ઘૂસ્યા
ઈટાળી ગામની અંદર વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ઘરવખરી અને અન્ય સામાનને ઊંચો રાખવાની ફરજ પડી હતી. આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ ધીમો પડ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આટલો ભારે વરસાદ અચાનક આવતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઘૂંટણસમા પાણી ભરતા લોકોને ભારે હાલાકી
પાણીના ભરાવાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી હતી. જોકે આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. આમ માળીયા હાટીનાના ઈટાળી ગામમાં પડેલો આ વરસાદ ખેડૂતો માટે ખુશી અને સ્થાનિક લોકો માટે મુશ્કેલી બંને લઈને આવ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોએ માગણી કરી હતી. જેથી ભરાયેલા પાણીથી છુટકારો મળી શકે.
What's Your Reaction?






